Loading Posts...

INDvAUS : ઓસ્ટ્રેલિયાના 23 ઓવર બાદ 4 વિકેટના ભોગે સ્કોર 100ને પાર

કોલકત્તા : કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બીજી વન-ડે મેચમાં ખરાબ શરૂઆત થયા બાદ ઓસ્ટ્રેલિયા ટીમને મક્કમ શરૂઆત કરી છે. હિલટન અને ડેવિડ વોર્નર 1-1 રને આઉટ થયા બાદ સુકાની સ્મીથ અને ટ્રેવીસ હેડે 76 રનની ભાગીદારી નોંધાવી હતી. 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના ભોગે 102 રન કર્યા હતા.

આ પહેલા ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 252 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયા વતી સુકાની વિરાટ કોહલીએ 92 રન, રહાણે 55 રન કર્યા હતા. ત્યાર બાદ 253 રનના લક્ષ્યાંક પાર પાડવા માટે મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર હિલટન અને ડેવીડ વોર્નર 1-1 રને આઉટ થઇ ગયા હતા. ભુવનેશ્વર કુમારે શાનદાર બોલીંગ કરતા બન્ને ઓપનર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જોકે ટ્રેવીસ હેડે સ્ટીવ સ્મીથ સાથે મહત્વની ઇનીંગ રમી હતી અને બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 76 રનની મહત્વની ભાગીદારી નોંધાઇ હતી. ટ્રેવીસ હેડે 39 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 39 રન કર્યા હતા.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...