Loading Posts...

ટીમ ઇન્ડિયામાં જાડેજાના સ્થાને ગુજરાતના અક્ષર પટેલનો સમાવેશ થયો

during the One Day International match between England and India at WACA on January 30, 2015 in Perth, Australia.

અમદાવાદ : શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેવામાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ICC ના નિયમોનું ઉલ્લઘમ કરતા એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે રવિન્દ્ર જાડેજા શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ નહી રમી શકે. BCCI એ આજે રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં ગુજરાતના અક્ષર પટેલની પસંદગી કરી છે.

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ગ જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં ICC ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેને પગલે ICC એ જાડેજા પર એક ટેસ્ટ મેચ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેને જોતા ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયામાં ગુજરાતના સ્ટાર સ્પીનર અક્ષર પટેલ પર પોતાની પસંદગી ઉતારી છે. જો કે અક્ષર પટેલ આ વખતે ટેસ્ટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરશે. હજુ સુધી અક્ષર પટેલે ટીમ ઇન્ડિયા માટે 30 વન ડે મેચ રમી છે. જેમાં તેને 170 રન કર્યા છે. તો 35 વિકેટ ઝડપી છે. જ્યારે 7 ટી 20 મેચ રમી છે. જેમાં 7 વિકેટ ઝડપી છે. હાલ અક્ષર પટેલના પ્રદર્શનને જોતા તેને ટીમ ઇન્ડિયા A માં પસંદ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા A ટીમ સાઉથ આફ્રિકામાં ત્રીકોણીય જંગ રમી હતી. જ્યા ઇન્ડિયા A એ ફાઇનલમાં સાઉથ આફ્રિકા A ને હરાવીને ત્રીકોણીય જંગનો ખિતાબ જીત્યો હતો. જેમાં અક્ષર પટેલનું પણ શાનદાર પ્રદર્શન રહ્યું હતું. અક્ષર પટેલે અફઘાનીસ્તાન A સામેની મેચમાં 33 રન આપી 3 મહત્વની વિકેટ ઝડપી હતી જેને પગલે ઇન્ડિયા A એ જીત મેળવી હતી.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...