Loading Posts...

સૌરાષ્ટ્ર રણજી ટીમમાં ચેતેશ્વર પુજારા બન્યો નવો સુકાની

રાજકોટ : હાલમાં જ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેને પગલે ચેતેશ્વર પુજારાને સૌરાષ્ટ્રની રણજી ટીમને સુકાની બનાવવામાં આવ્યો છે. રણજી ટ્રોફીની શરૂઆત 6 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. જેમાં સૌરાષ્ટ્રની પહેલી મેચ હરિયાણા ટીમ સામે છે. જ્યારે આ મેચ 6 થી 9 ઓક્ટોબર દરમ્યાન રમાશે.

 

સૌરાષ્ટ્રની રણજી ટીમનો અત્યાર સુધી સુકાની જયદેવ શાહ હતો. પરંતુ તેની ગેરહાજરીમાં ચેતેશ્વર પુજારાને સુકાન બનાવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મીડિયા મેનેજર હિમાંશુ શાહએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની સીનિયર પસંદગી સમીતીની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં ચેતેશ્વર પુજારાને સુકાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો સૌરાષ્ટ્રની 15 સભ્યોની ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રોબીન ઉથપ્પા પણ આ સિઝનથી સૌરાષ્ટ્રની ટીમમાં રમશે. રોબીન ઉથપ્પા અત્યાર સુધી કર્ણાટકની રણજી ટીમ તરફથી રમતો હતો. જોકે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે રોબીન ઉથપ્પા કેરળની રણજી ટીમ તરફથી પણ રમી શકે છે.

 

હિમાંશુ શાહે વધુમાં જણાવ્યું હતું કે જયદેવ શાહ 5 ઓક્ટોબરથી પોતાના લગ્ન હોય ટીમ સાથે નહી જોડાઇ શકે.

પહેલી મેચ માટે સૌરાષ્ટ્રની રણજી ટીમ:

ચેતેશ્વર પુજારા (સુકાની), રોબીન ઉથપ્પા, જયદેવ ઉનડકટ, સ્નેલપટેલ(વિકેટકિપર),પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધરમેન્દ્ર જાડેજા, વંદિત જીવરાજાણી, અવિ બારોટ, કિશન પરમાર, કૃષાંગ પટેલ, શૌર્ય સાનંદિયા, હાર્દીક રાઠોડ.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...