Loading Posts...

હોગના આરોપોનો ડેવીડ વોર્નરે આપ્યો વળતો જવાબ

અમદાવાદ : ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટસમેન ડેવિડ વોર્નરે બેંગાલુરુમાં રમાનાર ચોથી વન ડે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર રોડની હૉગના એ આરોપોને ફગાવ્યા, જેમાં તેણે કહ્યું હતું કે, કપ્તાન સ્ટિવ સ્મિથ ટીમમાં ખેલાડીઓની પસંદગીમાં પક્ષપાત કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખરાબ પ્રદર્શનથી નિરાશ હૉગે કપ્તાન સ્મિથ, પસંદગી સમિતિ તેમજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઘણી ટીકા કરી હતી.

પરંતુ, વોર્નર હૉદના વિચારો સાથે સંમત નથી. વોર્નરે કહ્યું કે, દરેકનો પોતાનો મત હશ અને તેઓ પોતાની પ્રતિક્રિયા આપવાનો અધિકાર રાખે છે. હું નથી જાણતો કે, આ પ્રકારની વાતો ક્યાંથી આવી રહી છે. તેણે એમ પણ કહ્યું કે, ટીમની પસંદગી પસંદગીકર્તાઓના હાથમાં છે અને જો તમને પસંદ કરવામાં આવે તો તમારે મેદાન પર જઇને તમારો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાનો છે. હમેશાથી આવું જ થાય છે. વધુમાં તેણે કહ્યું કે, ખેલાડીઓના હાથમાં કશું પણ નથી કે તે પસંદગી પામે છે કે, નથી પામતા. તેઓ માત્ર એક જ વસ્તુ કરી શકે છે અને તે છે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે.

આ પહેલા હૉદે સ્ટિવ સ્મિથ પર એવો આરોપ લગાવ્યો હતો કે, તે પોતાની પસંદગીથી ટીમમાં ખેલાડીઓની પસંદગી કરે છે. હૉગે એમ પણ કહ્યું હતું કે, સ્મિથે પસંદગીકર્તા ન થવું જોઇએ. તમે ટીમમાં મિત્રોને પસંદ ન કરી શકો.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...