Loading Posts...

જો તમે ધોનીના ચાહક છો તો ધ્યાનથી વાચજો આ સમાચાર

અમદાવાદ : જો તમે કુલ મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો છો તો ધ્યાનથી આ સમાચાર વાચો. હજુ થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યુ હતું કે મહેન્દ્રસિંહ ધોની હાલ સંપૂર્ણરીતે સ્વસ્થ છે અને તે 2019 માં રમાનારા વિશ્વકપના પ્રબળ દાવેદાર છે. પરંતુ પૂર્વ નેશનલ સિલેક્ટર અને 1983માં ભારતને વિશ્વકપ જીતાડનારા મોહિન્દર અમરનાથે ધોની વિશે કહ્યું છે કે, 2019ના વિશ્વકપમાં ધોની દાવેદારી નહીં કરી શકે.
ટીમ ઇન્ડિયા માટે 69 ટેસ્ટ મેચ અને 85 વન-ડે રમનાર પુર્વ ક્રિકેટર અમરનાથે એક સમાચાર પત્ર સાથેના ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, 2019 પહેલા ધોનીનું પ્રદર્શન કેવું રહે છે, તે પરથી તેમની દિશા સ્પષ્ટ થશે. તેમ છતાં ધોની ભવિષ્યમાં સારો દેખાવ કરે તે માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું. મહત્વનું છે કે, હાલ ભારતીય ટીમમાં ધોની સિનિયર ખેલાડી છે અને તેમનું ટીમમાં રહેવું અત્યંત જરૂરી છે. ભારતીય ટીમની કમાન ભલે વિરાટ કોહલીની પાસે હોય, પરંતું મેદાનમાં સુકાનીપદના ગુણ ધોની કોહલીને શિખવાડે છે. તેવામાં હવે જોવાનું રહે છે કે, ધોની ક્યા સુધી ટીમની સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે, બેંગલૂરૂમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ધોનીનું નબળું પ્રદર્શન રહ્યું છે.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...