Loading Posts...

INDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 335 રનનો લક્ષ્યાંક

બેંગલુરૂમાં રમાય રેહલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ સારૂ શરૂઆત કરી હતી અને ભારતને જીતવા માટે 50 ઓવરમાં 335 રનનો લક્ષ્યાકં આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 124 રન અને એરોન ફિંચે 94 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ભારત તરફથી ઉમેશ યાદવે 4 મહત્વની વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટના ભોગે 334 રન બનાવ્યા હતા.

 

આ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયા ટીમના ઓપનર ડેવિડ વોર્નર અને એરોન ફિંચે સારી શરૂઆત કરી હતી. બન્ને ઓપનરોએ પહેલી વિકેટ માટે 231 રનની ભાગીદારી નોંધાવી હતી. ડેવિડ વોર્નરે પોતાની 100મી વન-ડે મેચમાં આક્રમક બેટીંગ કરતા 119 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 124 રન કર્યા હતા. ડેવિડ વોર્નરે શ્રેણીમાં પહેલી સદી ફટકારી હતી. તો એરોન ફિંચે પણ ડેવિડ વોર્નરનો સુંદર સાથ આપ્યો હતો અને તેણે 96 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 94 રનની ઇનીંગ રમી ઓસ્ટ્રેલિયા ટીમને મજબુત શરૂઆત આપી હતી. તો પિટર હેડસ્કોંબે પણ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને તેણે 30 બોલમાં 3 ચોગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 43 રન કર્યા હતા. જો કે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ કોઇ ખાસ મોટી ઇનીંગ રમી શક્યા ન હતા. ભારત તરફથી ઉમેશ યાદવે 4 અને કેદાર જાધવે 1 વિકેટ ઝડપી હતી.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...