Loading Posts...

મેહન્દ્રસિંહ ધોનીની સલાહ બાદ કુલદીપે રચ્યો ઇતિહાસ

India's Kuldeep Yadav (#23) celebrates with teammate after dismissing West Indies' Evin Lewis during the second One Day International (ODI) match between West Indies and India at the Queen's Park Oval in Port of Spain, Trinidad, on June 25, 2017. / AFP PHOTO / Jewel SAMAD (Photo credit should read JEWEL SAMAD/AFP/Getty Images)

અમદાવાદ : ગઇકાલે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની રમાયેલી બીજી વન-ડેમાં ભારતીય બોલર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાના આક્રમણની કમર તોડી નાંખી હતી. ભારતના 253 રનના લક્ષ્યનો પીછો કરતા કાંગારૂની ટીમ જ્યારે 32માં ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 148 રન બનાવી ચુકી હતી. એ સમયે કેપ્ટન કોહલીને ઓવર કુલદીપ યાદવને સોંપી. અહીં જ મેચનું પાસું પલટાયું હતું, કુલદીપ યાદવે એક પછી એક ત્રણ વિકેટ લઇને હૈટ્રિક નોંધાવી ઇતિહાસ સર્જી દીધો.

કુલદીપ યાદવે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હૈટ્રિક બોલ ફેંક્યા પહેલા તેના મગજમાં ઘણી બાબતો ચાલી રહી હતી. તેણે બેસ્ટમેનોને તેમની બોલિંગ દ્વારા મુંઝવણમાં નાંખી દીધા હતા. ભૂવનેશ્વર સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે એ તેની ઉપર નિર્ભર કરે છે કે નવો બેસ્ટમેન છે તો હું વેરિએશન નાખું. હૈટ્રિક બોલની વાત કરીએ તો મેં ત્યારે એ વિચાર્યું હતું કે બોલ અંદર તરફ સારી ટર્ન નથી કરી રહી. સ્લિપ ને કારણે મેં રોન્ગ વન ફેંકવા પર વધારે ભરોસો રાખ્યો. જે ખરેખર યોગ્ય સાબિત થયું.


હૈટ્રિક પહેલા ધોની સાથે કરી હતી વાત

ઇન્ટરવ્યૂમાં કુલદીપ યાદવે કહ્યું કે હૈટ્રિક લેતા પહેલા તેણે મહેન્દ્ર સિંઘ ધોની સાથે વાતચીત કરી હતી. આ અંગે ખુલાસો કરતા કુલદીપે કહ્યું કે ”મેં ધોનીને પુછ્યું હતું કે કેવી બોલ ફેકું”. જવાબમાં માહીએ કહ્યું કે ”તને જે યોગ્ય લાગે તેમ બોલ ફેંક”. કુલદીપ યાદવે કહ્યું કે ”તેમણે મારા પર ભરોસો રાખ્યો તેનાથી હું ખુબજ ખુશ થયો હતો”.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...