Loading Posts...

હરભજન સિંહના કટાક્ષ સામે કલાર્કનો જવાબ

અમદાવાદ : ભારતીય પ્રવાસ પર આવેલી ઓસ્ટ્રેલિયા ટીમની પરિસ્થિતિ ખરાબ છે. પાંચ મેચની સીરીઝમાં કાંગારૂ ટીમ ૩-૦ થી પાછળ છે અને એક જીતની શોધમાં છે. ત્રણ જ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની દરેક રણનીતિમાં નિષ્ફળ સાબિત થઈ છે. એવામાં હવે ભારતના દિગ્ગજ બોલર હરભજન સિંહે નિવૃત્તિ લઇ ચુકેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કને ફરી વાપસી માટે જણાવ્યું હતું. હરભજન સિંહે રવિવારે એક ટ્વીટ કર્યું જેમાં તેમણે જણાવ્યું છે કે, “મને લાગી રહ્યું છે કે, માઈકલ કલાર્કે પોતાની નિવૃત્તિ સમાપ્ત કરી ઓસ્ટ્રેલિયા માટે ફરી બેટિંગ કરે, ટીમમાં દિગ્ગજ બેટ્સમેનોનો સમય હવે સમાપ્ત થઈ ચુક્યો છે. હરભજન સિંહે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના વર્તમાન લાઈન અપમા સારા બેટ્સમેનોની ઉણપ છે.

ભારતના વિરુદ્ધ શાનદાર ક્રિકેટ રમનાર માઈકલ કલાર્કે ટ્વીટર પર જ હરભજન સિંહનો જવાબ પણ આપી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે, હું આ જોઈ રહ્યો છુ. મારા પગ હવે કોમેન્ટ્રી બોક્સના એસી રૂમનું આનંદ લઇ રહ્યા છે, ઓસ્ટ્રેલિયન ટીમને કંઇક બીજી કરવું જોઈએ. ટીમ ઇન્ડિયા સામે માઈકલ ક્લાર્કનો વનડે રેકોર્ડ સારો રહ્યો છે. તેમણે ભારત સામે ૩૦ મેચ રમી ૩૯ ની એવરજથી ૮૫૮ રન બનાવ્યા છે. જેમાં ૨ સદી અને ૪ અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં માઈકલ કલાર્કે ભારત સામે ૨૨ મેચમાં ૫૪ ની એવરજથી શાનદાર ૨૦૪૯ રન બનાવ્યા જેમાં ૭ સદી અને ૬ અડધી સદીનો સમાવેશ થાય છે.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...