Loading Posts...

ક્રિકેટના નવા નિયમોને 28 સપ્ટેમ્બરથી લાગુ કરાશે

ICC એ થોડા સમય પહેલાં જ ક્રિકેટના નિયમોમાં  ફેરબદલ કરવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધી આ નિયમો લાગુ કરવામાં  આવ્યા નથી. હવે આઇસીસીએ આ નિયમોને 28 સપ્ટેમ્બરથી  રમાનારી મેચોમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

 

નવા નિયમો

ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો પહેલા ૮૦ ઓવર પછી બે રિવ્યૂ તેમને મળતા હતા. પરંતુ નવા નિયમ અનુસાર માત્ર બે ડીઆરએસ રિવ્યૂ મળશે. સાથે જ ક્રિકેટમાં આઇસીસી એ.પી આરસનો ઉપયોગ કરવાની અનુમતિ આપી દીધી છે.

બેટની સાઈઝ માં પણ ફેરબદલ

કેટલાક ખેલાડીઓ ભારે બેટનો ઉપયોગ કરે છે અને હવે તેમને તેમના બેટમાં ફેરબદલ કરવો પડશે. હવે બેટની બેટની પહોળાઈ 108ની મી.મી અને જાડાઈ ૬૭ મી.મી અને કિનાર પર ૪૦ મીમી થી વધારે નહીં હોય.

રન-આઉટના  નવા નિયમો

પહેલા બેટ્સમેન ક્રિસ ની અંદર હોય અને તેનું બેટ હવામાં હોય તો તેને આઉટ ગણવામાં આવતો હતો પરંતુ હવે બેટ્સમેન ક્રિઝની અંદર હશે પરંતુ જો તેનો બેટ હવામાં છે. તોપણ તે આઉટ નહીં ગણાય..

રેડ કાર્ડનો નિયમ
આ નિયમ અનુસાર જો કોઈ ખેલાડી મેદાનમાં ખેલદિલી સાથે તો એમ્પાયર તેને રેડ કાર્ડ બતાવશે અને મેદાનની બહાર મોકલી શકશે.

ડેડ નિયમમાં ફેરફાર
જ્યારે બોલર બોલ નાખવાની તૈયારીમાં હોય છે. ત્યારે જો નોન સ્ટ્રાઈકર ક્રિઝની બહાર નીકળી ગયો હશે તો તેને આઉટ કરી શકાશે. આ ફેરફારને કારણે હવે નોનસ્ટ્રાઇકર વધારે સમય સુધી ગ્રીસમાં રહેશે.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...