Loading Posts...

હારવા છતાં ઓસ્ટ્રેલિયા સામે આ રેકોર્ડ નોંધાવી બન્યો દુનિયાનો પહેલો ખેલાડી

બુંગલુરુ : બુંગલુરુમાં રમાયેલી ચોથી વન ડેમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 21 રનથી હારી ગયું હતું. આ મેચમાં રોહિત શર્માએ ભારત માટે શાનદાર શરૂઆત કરી હતી. તેણે 55 બોલમાં 65 રન ફટકાર્યા હતા. પોતાની શાનદાર રમતમાં જોવા મળેલ રોહિત શર્મા કમનશીબે વિરાટ કોહલીએ રન આઉટ કરાવ્યો હતો. તેનું આઉટ થવું જ ભારતની હારનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું અને ટીમ ઇન્ડિયા સતત 10 મેચ જીતી ન શકી.

પરંતુ આ મેચમાં રોહિત શર્માએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. રોહિત શર્માએ મેચમાં બે સિક્સો મારી ઓસ્ટ્રેલિયા સામે 50 સિક્સનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દુનિયાનો એક માત્ર ખેલાડી છે રોહિત શર્મા કે જેણે ઓસ્ટ્રેલિયા સામે વનડે મેચમાં 50 સિક્સ મારી હોય. ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સિક્સ મામલે રોહિત પહેલાથી જ આગળ છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 43 ઈન્ટરનેશનલ મેચની 44 ઈનિંગમાં 65 સિક્સ મારી છે.

ઓસ્ટ્રેલિયા સામે આ રોહિતની 27મી વનડે મેચ છે. 27મી વનડેની 27મી ઈનિંગમાં રોહિતે આજે 50 સિક્સનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત બાદ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સિક્સો મારનારા ખેલાડીમાં ઈંગ્લેન્ડના ઈયાન મોર્ગનનું નામ આવે છે. મોર્ગને 43 મેચની 42 ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 39 સિક્સ મારી છે. ઓસ્ટ્રેલિયા સામે વધુ સિક્સમાં બીજા ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો આ લિસ્ટમાં રોહિત બાદ સચિન તેડુલકરનું નામ આવે છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે 71 વનડે મેચ રમી છે. જેની 70 ઈનિંગમાં 35 સિક્સ મારી છે.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...