Loading Posts...

પાક. મહિલા ક્રિકેટ ટીમની સુકાની સનાની થઇ હકાલપટ્ટી

અમદાવાદ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(PCB) માં મોટી હલચલ મચી ગઇ છે. બોર્ડે સના મીરને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની સુકાની પદેથી હટાવી દેવામાં આવી છે. તેની જગ્યાએ વન ડે મહિલા ક્રિકેટ ટીમની કમાન બિસ્માહ મારુકને સોંપવામાં આવી છે. મીડિયાના મળતા અહેવાલ પ્રમાણે PCB એ કહ્યું હતું કે, આ વર્ષે જૂનમાં ICC મહિલા વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શનને જોતા ટીમની કપ્તાની મારુકને સોંપવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા જ સનાએ પોતાની ટીમના સાથી ખેલાડીઓને એક ઇમેલ થકી પ્રશિક્ષણ સત્ર અને ફિટનેસ શિબિરમાં ભાગ લેવાની મનાઇ કરી હતી. ત્યાર બાદ પીસીબીનો આ નિર્ણય આવ્યો છે.

જ્યારે પાકિસ્તાનની મહિલા વન ડે ટીમ મેનેજમેન્ટમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં પીસીબીએ મહિલા ટીમની જનરલ મેનેજર શમલા હાશમીને પણ તેના પદ પરથી દૂર કરાઇ છે.આ ઉપરાંત પીસીબીએ મહિલા ટીમની મેનેજર આયશા અશરને પણ તેના પદ પરથી દૂર કરી છે. જો કે, તેને વચગાળાના રૂપમાં જનરલ મેનેજરની જવાબદારી આપવામાં આવી છે. સના પાસેથી કપ્તાની છિનવી લેવાયા બાદ પણ તે ટીમમાં એક ખેલાડી તરીકે રહેશે. પીસીબીના ચેરમેન નઝમ શેઠીએ કહ્યું કે, આ નિર્ણય ટીમના ખરાબ દેખાવના કારણે લેવામાં આવ્યો છે. ઘણી સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...