Loading Posts...

105 વર્ષની એલીનાએ મહિલા વિશ્વ કપ ફાઇનલનો પ્રારંભ કરાવ્યો

લોર્ડસ : વર્ષો જુની પ્રથા ક્રિકેટના મક્કા લોર્ડસ ખાતે પણ ચાલતી આવે છે. આવી જ રીતે મહિલા વિશ્વ કપની ફાઇનલ મેચમાં 106 વર્ષની ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર એલીના એશે ફાઇનલ મેચનો પ્રારંભ ઘંટ વાડીને કરાવ્યો હતો. ભારતીય ક્રિકેટ ચાહકોને ખ્યાલ હશે કે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં મહત્વની મેચ શરૂ થાય તે પહેલા કોઇ સ્પેશીયલ વ્યક્તિ દ્રારા ઇડન મેદાન પરના ઘંટ વગાડીને મેચ શરૂ કરવામાં આવે છે.

લંડનમાં 30 ઓક્ટોબરે જન્મેલી એલીના એશે 1937 થી 1949 દરમ્યાન ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ માટે 7 ટેસ્ટ મેચ રમી હતી. એલીના એશે જુન 1937માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તો 1949માં ન્યુઝીલેન્ડ સામે પોતાની કારકિર્દીની અંતિમ મેચ રમી હતી. એલીના એશનું કહેવું છે કે યોગ અને સ્વસ્થ ભોજન તેની લાંબી આયુષ્યનું કારણ છે. આ મહિલા વિશ્વ કપની ફાઇનલમાં એલીના લકી ચાર્મ બની હોય તેમ ઇંગ્લેન્ડની ટીમ હારેલી મેચ જીતી ગઇ હતી અને ચોથીવાર મહિલા વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. આ પહેલા ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે સૌથી પહેલા વર્ષ 1973 માં પહેલીવાર મહિલા વિશ્વ કપ જીત્યો હતો. ત્યાર બાદ વર્ષ 1993 માં ઇંગ્લેન્ડની ટીમે મહિલા વિશ્વ કપ જીત્યો હતો. ત્યાર બાદ વર્ષ 2009માં પણ ઇંગ્લેન્ડે વિશ્વ કપ પર કબ્જો જમાવ્યો હતો. અને હવે 2017માં ત્રીજીવાર ઇંગ્લેન્ડની ટીમે મહિલા વિશ્વ કપ જીત્યો હતો. જોકે 1973માં ઇંગ્લેન્ડે પોઇન્ટના માર્જીનથી વિશ્વ કપ જીત્યો હતો.

Leave a Comment

Loading Posts...