Loading Posts...

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે વન-ડે માટે અક્ષર પટેલનો થયો સમાવેશ

અમદાવાદ : ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ 3-0 થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. જ્યારે હવે બાકીની બે વન-ડે માટે ભારતીય પસંદગી સમીતીએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ઇજામાંથી બહાર આવી ગયેલા ગુજરાતી અક્ષર પટેલને ટીમમાં સમાવાયો છે. જ્યારે અન્ય ગુજ્જુ બોય રવિન્દ્ર જાડેજાને પડતો મુકવામાં આવ્યો છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી શરૂ થાય તે પહેલા અક્ષર પટેલને ટીમમાં સમાવાયો હતો. પરંતુ પ્રેકટીસ સેશન દરમ્યાન ઇજા પહોચતા તેને પ્રથમ ત્રણ વન-ડે માટે ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને સમાવામાં આવ્યો હતો. પરંતુ ટીમ ઇન્ડિયાની મેડિકલ ટીમે અક્ષર પટેલને ફિટ જાહેર કરતા ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બન્ને વન-ડે માટે ટીમ ઇન્ડિયામાં સમાવેશ થઇ ગયો છે. સીરીઝની બાકીની મેચમાં ચોથી વન-ડે મેચ 28 સપ્ટેમ્બરના રોજ બેંગલોરમાં અને 1 ઓક્ટોબરના રોજ નાગપુર ખાતે રમાશે.

બાકીની બે વન-ડે માટે ટીમ ઇન્ડિયાની ટીમ  આપ્રમાણે છે:

વિરાટ કોહલી(સુકાની), રોહીત શર્મા, અજીક્ય રહાણે, કે.આલ. રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, ધોની, હાર્દીક પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને અક્ષર પટેલ.

Leave a Comment

Loading Posts...