Loading Posts...

INDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી

બેંગલુરૂ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી બેંગલુરૂમાં રમાશે વન-ડે શ્રેણીની ચોથી મેચ. જેમાં ઓસ્ટ્રેલિયા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. આજની મેચમાં કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમરા અને ભુવનેશ્વર કુમારે આરામ અપાયો છે. તેની જગ્યાએ ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને અક્ષર પટેલને ટીમમાં સમાવાયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મેથ્યું વેડ અને ઝંપાને ટીમમાં સમાવાયો છે.

 

ટીમ ઇન્ડિયા હવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે વન-ડે અને T20 રમવાની છે. ટીમ ઇન્ડિયા સતત 13 મેચો જીતી ચૂકી છે. વિરાટ કોહલી હવે સીરીઝ પર ક્લિન સ્વીપ કરવા ઇચ્છે છે. હવે બાકીની બે વન-ડેમાં જાડેજાની જગ્યાએ અક્ષર પટેલની એન્ટ્રી થઈ છે અને વિરાટ કહી ચૂક્યો છે કે બેંચ પર બેઠેલા ખેલાડીઓને પણ મોકો આપવામાં આવશે. ભારતની  ઓસ્ટ્રેલિયા સામેની ભવ્ય જીતમાં ભુવનેશ્વર તેમજ બુમરાહને યોગદાનનો વિરોધી કેપ્ટન સ્મિથે પણ સ્વીકાર કર્યો છે. સ્મિથે જણાવ્યું છે કે બુમરાહ અને ભુવનેશ્વર સૌથી સારા ડેથ ઓવર બોલર્સ છે.

Leave a Comment

Loading Posts...