Loading Posts...

બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી

અમદાવાદ : ઓસ્ટ્રોલિયાના ક્રિકેટરો અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ વચ્ચે પગારને લઇને સમાધાન થયા બાદ બાંગ્લાદેશનો પ્રવાસ શક્ય બન્યો છે. જેને પહલે   ઓસ્ટ્રેલિયાની બાંગ્લાદેશ પ્રવાસ માટે ટેસ્ટ ટીમ જાહેર થઇ છે. ટીમમાં ઝડપી બોલર જેકેસન બર્ડ અને ક્વીન્સલેન્જના લેગ સ્પિનર મિશેલ સ્વેપસનને સામેલ કરાયા છે. આ બંનેને બે ઇજાગ્રસ્ત ખેલાડીઓ જેમ્સ પૈટિનસન અને મિશેલ સ્ટાર્કની જગ્યાએ સામેલ કરવામાં આવ્યા છે.

આ વર્ષના પ્રારંભે ભારત પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલા સ્વેપસનને ઝડપીબોલર સ્ટાર્કના સ્થાન પર લેવામાં આવ્યો છે. જે બાંગ્લાદેશની સ્પિન પિચો પર સારો વિકલ્પ હોઇ શકે છે. જો કે, સ્વેપસનને ભારત પ્રવાસમાં રમવાની તક મળી ન હતી. બાંગ્લાદેશ પ્રવાસની ટીમમાં સ્વેપસન ત્રીજો સ્પિનર હશે. સ્વેપસન ઉપરાંત નાથન લિયોન અને એશ્ટન એગરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ઢાકામાં 27થી 31 ઓગસ્ટ અને બીજી ટેસ્ટ મેચ ચટગાવમાં 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ આ પ્રમાણે જાહેર થઇ છે. સ્ટિવ સ્મિથ(કપ્તાન), ડેવિડ વોર્નર, એશ્ટન એગર, જૈક્સન બર્ડ, હિલ્ટન કાર્ટરાઇટ, પીટર હૈંડસકોંબ, જોશ હેઝલવૂડ, નાથન લિયોન. ઉસ્માન ખ્વાજા, ગ્લેન મૈક્સવેલ, જેમ્સ પેટિનસન, મૈથ્યૂ રેનશો, મિશેલ સ્વેપસન અને મૈથ્યૂ વેડ. જોકે બાંગ્લાદેશ પ્રવાસ બાદ ઓસ્ટ્રલિયા ભારતનો પ્રવાસ ખેડશે. જ્યા ઓસ્ટ્રેલિયા ભારતમાં વન ડે અને ટી 20 શ્રેણી રમશે. પગારને લઇને છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેનો હવે અંત આવી ગયો છે.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Show one comment

August 11, 2017
0

Hello very nice site!! Man .. Excellent .. Superb .. I’ll bookmark your website and take the feeds additionallyI’m satisfied to find numerous useful info here within the put up, we want develop extra strategies in this regard, thanks for sharing. . . . . .
http://gamejolt.com/games/rexuiz-fps/250380
http://www.sexybang.top/gal/8855.html
http://www.sexybang.top/gal/9698.html
https://rexuiz.itch.io/rexuiz-fps

Leave a Comment

Loading Posts...