Loading Posts...

INDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક

નાગપુર : નાગપુરના વિદર્ભ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી વન-ડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા પહેલી બેટીંગ કરતા સારી શરૂઆત થઇ ન હતી અને પુરી ટીમ 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 242 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને વોર્નર અને ફિંચ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. વોર્નરે 53 રન અને સ્ટોઇનીસે 46 રન કર્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 2 વિકેટ અને ભુવનેશ્વર, હાર્દીક પંડ્યા અને કેદાર જાધવે 1-1 વિકેટ ઝડપી હતી.

 

આ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમે નાગપુરના વિદર્ભના મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનું નક્કિ કર્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયાની સારી રહી ન હતી. બેંગલોરમાં રમાયેલી ચોથી મેચમાં હિરો રહેલા ડેવિડ વોર્નર અને એરોન ફિંચ મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે ડેવિડ વોર્નરે પોતાના અંદાજ પ્રમાણે થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા. તેણે 62 બોલમાં 4 ચોગ્ગાની મદદથી શાનદાર 53 રન કર્યા હતા. તો એરોન ફિંચે પણ 6 ચોગ્ગાની મદદથી આક્રમક 36 બોલમાં 32 રન કર્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયા ટીમના સુકાની સ્ટીવ સ્મીથ દરેક મેચની જેમ આજની મેચમાં પણ સતત નિષ્ફળ સાબીત થયો હતો અને તે 25 બોલમાં 16 રન કર્યા હતા. તો હેન્સકોબ 17 બોલમાં 13 રન કર્યા હતા. તો શાનદાર ઇનીંગ રમનાર ટ્રેવિસ હેડને પણ અક્ષર પટેલે પેવેલિયન ભેગા કર્યા હતા. તેણે 59 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 42 રન કર્યા હતા. તો સ્ટોઇનીસે 63 બોલમાં 46 રન કર્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 2 વિકેટ અને હાર્દીક પંડ્યા અને કેદાર જાધવે 1-1 વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Loading Posts...