Loading Posts...

INDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યા 294 રનનો લક્ષ્યાંક

ઇંદોર : ઇંદોરના હોલ્કર મેદાન પર રમાય રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં પહેલા ટોસ જીતી બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયા ટીમે 50 ઓવરમાં 6 વિકેટના ભોગે 293 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કર્યા બાદ અંતમાં કુલદીપ અને ચહલના આક્રમણ સામે ઠળી પળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી શ્રેણીમાં પહેલી મેચ રમી રહેલા એરોન ફિંચે શાનદાર સદી ફટકારી 124 રને આઉટ થયો હતો. તો સુકાની સ્મીથે પણ 63 રનની શાનદાર ઇનીંગ રમી હતી.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓપનર ડેવીડ વોર્નર અને એરોન ફિંચે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બન્ને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 70 રનની ભાગીદાર નોંધાવી હતી. જોકે ડેવીડ વોર્નર મોટી ઇનીંગ રમવામાં સફળ થયો ન હતો અને 42 રન કરીને હાર્દીક પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ ચહલે વિસ્ફોટક મેક્સવેલને 5 રને સસ્તા રનમાં આઉટ કરી ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી હતી. જોકે એરોન ફિંચ અને સુકાની સ્ટીવ સ્મીથ વચ્ચે બીજી વિકેટ માટે 154 રનની નોંધનીય ભાગીદારી નોંધાવી હતી. એરોન ફિંડે 125 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 124 રન કર્યા હતા. જ્યારે સ્ટીવ સ્મીથે 71 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 63 રન કર્યા હતા. ભારત તરફથી બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ અને ચહલે અને હાર્દીક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Loading Posts...