Loading Posts...

INDvAUS : સતત ત્રણ હાર બાદ ઓસ્ટ્રેલિયાએ 21 રને ચોથી વન-ડે મેચ જીતી

બેંગલોર : બેંગલોરમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં સતત ત્રણ મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ 21 રને જીતી લીધી છે. જીતના હિરો ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક અને પોતાની 100મી વન-ડે મેચ રમનાર ડેવિડ વોર્નર રહ્યો હતો. આ હાર સાથે ટીમ ઇન્ડિયા સતત 9 મેચ જીત બાદ 10મી મેચ હારી ગઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા વિદેશની ધરતી છેલ્લી 15 મેચમાં 11 મેચ હાર્યા બાદ પહેલી મેચમાં જીત મેળવી છે. ભારત 50 ઓવરમાં 8 વિકેટે માત્ર 313 રન જ કરી શકી હતી.

 

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ આપેલા 335 રનની લક્ષ્યાંક સામે મેદાને ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. ઓપનર રોહીત શર્મા અને અજિંક્ય રહાણે વચ્ચે પહેલી વિકેટ માટે 106 રનની ભાગીદારી નોંધાવી હતી. અજિંક્ય રહાણે મોટી ઇનીંગ રમવામાં સફળ થયો ન હતો. તેણે 66 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા. રોહીત શર્મા તેની શાનદાર ઇનીંગ રમી રહ્યો હતો. પરંતુ વિરાટ કોહલી સાથે રમતો હોય દરમ્યાન Mis Communication ના અભાવે રોહીત શર્મા રન આઉટ થઇ જતા ટીમ ઇન્ડિયાને મોટી ખોટ થઇ હતી. રોહીત શર્માએ 55 બોલમાં 1 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આક્રમક 65 રનની ઇનીંગ રમી હતી. તો વિરાટ કોહલી પાસેથી લોકો મોટી ઇનીંગની આશા રાખી હતી. પરંતુ કોહલી લોકોની આશા પુરી કરવામાં સફળ રહ્યો ન હતો. વિરાક કોહલીએ 21 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રન કરી કાઉન્ટર લીની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ હાર્દીક પંડ્યા મેદાન પર આવતાની સાથે જ આક્રમક ઇનીંગ રમવીની શરૂઆત કરી દીધી હતી. હાર્દીક પંડ્યા અને કેદાન જાધવ વચ્ચે 78 રનની મહત્વની ભાગીદારી નોંધાઇ હતી. પરંતુ હાર્દીક પંડ્યા મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. હાર્દીક પંડ્યાએ 40 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્રમક 41 રન કર્યા હતા. જોકે ત્યાર બાદ કેદાન જાધવ અને મનિષ પંડ્યા વચ્ચે મોટી ભાગીદારી નોંધાઇ હતી. બન્ને વચ્ચે 61 રનની મહત્વની ભાગીદારી નોંધાઇ હતી. જોકે એક ખરાબ શોટના કારણે કેદાર જાધવ આઉટ થઇ ગયો હતો અને ટીમ ઇન્ડિયાની જીતને મોટો ઝટકો લાગ્યો હતો. કેદાર જાધવે 69 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 67 રન કર્યા હતા. તો ત્યાર બાદ મેદાને આવેલા ફિનિશર ધોની પણ આજની મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 10 બોલમાં 13 રન કરી બોલ્ડ આઉટ થયો હતો.

Leave a Comment

Loading Posts...