Loading Posts...

INDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી

નાગપુર : નાગપુરના વિદર્ભ સ્ટેડિય ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી અને શ્રેણીની અંતિમ વન-ડે મેચ રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર કર્યા છે. ટીમમાં ભુવનેશ્વર કુમા, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવને સમાવાયા છે જ્યારે ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ચહલને આરામ અપાયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમમાં એક ફેરફાર સાથે રીચર્ડસન બિમાર હોય તેની જગ્યાએ જેમ્સ ફોકનરને ટીમમાં સમાવાયો છે.

 

વન-ડેમાં સાઉથ આફ્રિકા અને ભારતનું રેકિંગ 119 છે પણ દક્ષિણ આફ્રિકા પોઈન્ટની ગણતરીમાં આગળ છે. આમ ભારત આજે જીતે તો 33 વર્ષ બાદ પહેલી વખત ઓસ્ટ્રેલિયા સામે 4-1 થી શ્રેણી જીતી રેકોર્ડ નોંધનાવશે. ચોથી વનડેમાં વિરાટે કરેલા ફેરફાર કામ આવ્યા ન હતા અને મોહમ્મદ શામી અને અક્ષર પટેલ મોંઘા સાબિત થયા હતા. તેથી ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તો પાંચમી વન-ડે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું કે અમે શ્રેણી જીતી લીધી છે દરેક ખેલાડીને તક આપવામાં આવશે. વર્લ્ડ કપ 2019ને હવે માત્ર 20 મહિલા જ બાકી છે. ત્યારે વર્લ્ડ કપને ધ્યાને રાખીને અમારે બેંચ સ્ટ્રેંથને પણ આજમાવનું પડશે. વિરાટ કોહલીએ પાંચમી વન-ડે પહેલા પ્લેઇંગ ઇલેવનને લઇને કહ્યું હતું કે પાંચમી વન-ડેમાં બેંટિગમાં કેએલ રાહુલ તક આપવામાં આવી શકે છે. તે એકમાત્ર બેટ્સમેન છે જેને અત્યાર સુધી આ વનડે શ્રેણીમાં એક પણ રમવાની તક મળી નથી.

Leave a Comment

Loading Posts...