Loading Posts...

ચોથી વન-ડે પહેલા ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો થયો

અમદાવાદ : ભારત સામે વન-ડે શ્રેણી 3-0 થી ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમને ઝટકા ઉપર ઝટકા લાગી રહ્યા છે. એવામાં ચોથી વન-ડે મેચ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર સ્પીનર અસ્ટન અગરને હાથની આંગળીમાં ઇજા પહોચતા ભારત સામેની બાકીની સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. સ્વદેશ પરત ફર્યા બાદ એસ્ટન અગર સ્થાનીક ક્રિકેટ રમવા પર પણ શંકા છે.

ઉલ્લેખનીય છે કે ભારત સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની આક્રમક બેટીંગને પહલે એસ્ટન અગરને ઘણો પરેશાન કર્યો હતો. હાર્દીક પંડ્યાએ આક્રમક બેટીંગ કરતા કુલ 4 છગ્ગા ફટકાર્યા હતા અને આ ચારેય છગ્ગા સ્પિનર એસ્ટન અગરની બોલીંગમાં ફટકાર્યા હતા. હાર્દીકે પોતાની 78 રનની ઇનીંગમાં સૌથી વધુ રન એસ્ટન અગરની બોલીંગમાં જ ફટકાર્યા હતા. એસ્ટન અગરની ઇજાના કારણે ફરી એકવાર એડમ ઝંપાને ટીમમાં વાપસી કરવાની તક મળી ગઇ છે. તમને જણાવી દઇએ કે જમ્પાની ભારત સામેની ચૈન્નઇમાં રમાયેલી વન-ડે મેચમાં ખરાબ પ્રદર્શનના કારણે બાકીની તમામ મેચમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. ચૈન્નઇની વન-ડેમાં ઝંપાએ પોતાની 10 ઓવરમાં 66 રન આપ્યા હતા.

Leave a Comment

Loading Posts...