Loading Posts...

INDvAUS : ઓસ્ટ્રેલિયાને ભારતના આ બોલરથી લાગે છે ડર

અમદાવાદ : 17 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વન-ડે મેચ શરૂ થવા જઇ રહી છે. તેવામાં ઉપ સુકાની રોહીત શર્માએ એવા સંકેત આપ્યા છે કે ટીમમાં શિખર ધવનની જગ્યાએ અજિંક્ય રહાણે ઓપનીંગ કરી શકે છે. વાત એવી છે કે પ્રેસ કોન્ફરન્સમાં રોહીત શર્માને શિખર ધવન વિશે પુછવામાં આવ્યું ત્યારે રોહિત શર્માએ કઇક આવું કહ્યું હતું.
તો બીજી તરફ મેચ પૂર્વે ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટિવ સ્મિથ ભારતીય બોલર કુલદીપ યાદવની બોલિંગથી ચિંતિત છે. સ્મિથે કહ્યું કે, ભારતના કુલદીપ યાદવની બોલિંગને પારખવી ઘણી મુશ્કેલ છે અને તેના બોલોને રમવા માટે વધારાની તૈયારી કરવી પડશે. સ્મિથે કહ્યું કે, ભારતીય ટીમમાં કુલદીપ યાદવ છે, જે રમશે. તેના જેવા એક્શનવાળા બોલર વધુ નથી જેથી અમે આવા કોઇ બોલર સામે પ્રેકટિસ કરવાની હતી. ટીમ સલાહકાર શ્રીધરન શ્રીરામે તેની વ્યવસ્થા કરી છે. આઇપીએલમાં કેટલાક ખેલાડીઓ તેની સામે રમ્યા છે. તે ઘણો પ્રતિભાશાળી છે અને કેટલીક વખત તેના બોલને પકડવો મુશ્કેલ હોય છે. આશા છે કે, અમે પ્રથમ શરૂઆતમાં જ તેના પર દબાણ બનાવી શકીશું.

સ્મિથે કહ્યું કે, અમે છેલ્લી વખત 2013માં અહીંયા આવ્યા હતા અને ઘણાં રન બનાવ્યા હતા. અત્યારે કહેવું મુશ્કેલ છે કારણ કે દરેક મેદાન અલગ અલગ હોય છે. હું અત્યારે નથી કહી શકતો કે અહીંયા રન બનશે કે નહીં. આ પિચો પર નિર્ભર કરે છે. અમારી પાસે કેટલાક ઓલરાઉન્ડર પણ છે પરંતુ, અમે એ જોઇશું કે સ્થિતિની અનુસાર, સર્વશ્રેષ્ઠ સંયોજન શું હશે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાલા ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર કુલદીપ યાદવે ચાર વિકેટ લીધીતી. તે આજથી શરૂ થઇ રહેલી વન ડે સિરીઝમાં ભારતીય ટીમમાં સામેલ છે.

 

રોહીત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતીય ટીમ પાસે સારી બેંચ સ્ટ્રૈંથ છે. તો સલામી ઓપનીંગના રૂપમાં ટીમ પાસે ઘણા વિકલ્પ છે અને અજિંક્ય રહાણે ઓપનીંગ તરીકે ધવનની જગ્યા લઇ શકે છે. તેણે વધુમાં કહ્યું કે ટીમ શિખર ધવનને મિસ કરીશું. ધવન સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ચૈમ્પિયન ટ્રોફીથી લઇને શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન પણ ધવને ટીમ માટે સારૂ પ્રદર્શન કર્યું હતું. રવીવારથી શરૂ થઇ રહેલી વન-ડે સીરીઝને લઇને શુક્રવારે ટીમ ઇન્ડિયાએ સખત મેહનત કરી હતી. તો અજીંક્ય રહાણેએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરતા મેન ઓફ ધ સીરીઝ રહી ચુક્યો હતો. જેમાં તેણે ત્રણ અડધી સદી અને એક સદી ફટકારી હતી.

Leave a Comment

Loading Posts...