Loading Posts...

આફ્રિકાની સીરીઝ સામે બાંગ્લાદેશનો આ દિગ્ગજ ખેલાડીનો ટીમમાં સમાવેશ થયો

અમદાવાદ : દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ સીરીઝ રમવા માટે બાંગ્લાદેશ એ તેનો જુનો ઘોડો મહોમ્મદદુલ્લાહ ને ટીમ માં સામેલ કર્યો છે. આ સીરીઝ ની પહેલી મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાશે.સાકીબ અલ હસન માંગ પ્રમાણે એને ૬ મહિના માટે આરામ આપવા માં આવ્યો હોવાથી તેને આ સીરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મીનહાઝુલ અબેદીન કીધું કે ; હું તેના નિર્ણય નું સમ્માન કરું છું. અને તેની જગ્યા કોઈપણ નહી લઈ શકે. તેની માનસિક અને શારીરિક સ્થિતિ ને ધ્યાન માં રાખી ને રજા મંજુરી આપી છે. મહોમ્મદદુલ્લાહ ની પસંદગી  એટલે કરવામાં આવી છે,કારણ કે તેને ફાસ્ટ પિચો પર રમવાનો અનુભવ છે.

બાંગ્લાદેશની ટીમ આ પ્રમાણે છે
મુશીફીકર રહીમ, તમીમ ઇકબાલ ,સોમ્ય સરકાર,સબીર રહેમાન,મોહમદ દુલ્લા ,લીટન દાસ,મેહેડી હસન,તાશ્કીન અહેમદ ,મોમીનુલ હક,સુભાષીસ રોય ,નુબેલ હુસેન, તાઇજુલ,ઈમ્રુલ કાયેશ.

Leave a Comment

Loading Posts...