Loading Posts...

સ્પોટ ફિક્સિંગ મામલામાં પાકિસ્તાનના ખાલિદ લતિફ પર 5 વર્ષનો બેન

અમદાવાદ : પાકિસ્તાન ક્રિકેટર ખાલિદ લતિફ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એંડી કરપ્શન ટ્રિબ્યુનલે 5 વર્ષનો બૈન લાગવ્યો છે. લાહૌર સુપ્રીમ કોર્ટના પુર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં ચાલેલી પંચાટે સ્પોટ ફિક્સિંહ કેસમાં ખાલિદ લતિફને બુધવારે નિર્ણય સંભળાવ્યો હતો. ખાલિદ લતીફ હવે 5 વર્ષ સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટથી દુર રહેશે.

તો બીજી તરફ ખાલિદ લતીફ પર 5 વર્ષના બૈન લાગ્યા બાદ તેને આર્થીક દંડ પણ આપ્યો છે. જેમાં તેણે 1 મિલિયનનો આર્થીક દંડ કોર્ટમાં ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે પાકિસ્તા સુપર લીગ દરમ્યાન બેટ્સમેન શારજીલ ખાન પર પણ 5 વર્ષનો પ્રતિબંધ લાગવ્યો હતો. ટી 20 આંતરરાષ્ટ્રિય મેચોમાં પણ ખાલિદ લતીફ અને શારજીલને પાકિસ્તાન ટીમ તરફથી ઓપનર તરીકે ભુમીકા ભજવી હતી. આ બન્ને ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ ટીમ તરફથી રમી રહ્યા હતા.

Leave a Comment

Loading Posts...