Loading Posts...

BCCI એ પદ્મ ભુષણ પુરસ્કાર માટે ધોનીના નામનું નામાંકિન કર્યું

અમદાવાદ : ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની મેહન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં આપેલા તેના અભુતપુર્વ યોગદાન બદલ દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરીક પુરસ્કાર પદ્મ ભુષણ એવોર્ડ માટે નામ નામાંકિત કર્યું છે. BCCI ના એક વરીષ્ઠ અધિકારીએ આ વાતીની પુષ્ટી કરી છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે ફક્ત એક જ નામ મોકલ્યું છે. જેનું નામ ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની છે.

 

36 વર્ષના ધોનીની વાત કરીએ તો તેણે તેની વન-ડે ક્રિકેટની કારકિર્દીમાં 302 મેચ રમી છે. જેમાં તેણે 9737 રન બનાવ્યા છે અને 90 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 4876 રન બનાવ્યા છે. તો આ સાથે 78 ટી-20 મેચ પણ રમી છે. તમને જણાવી દઇએ કે ધોનીને આ પહેલા પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ મળી ચુક્યો છે. તો તેને પદ્મ શ્રીના પુરસ્કારથી પણ સન્માનીત કરવામાં આવ્યો છે. એવામાં જો ધોનીને પદ્મ ભુષણ એવોર્ડથી જો સન્માનીત કરવામાં આવે તો તે દેશનો આવો ત્રીજો સન્માનીત નાગરીક બનશે.

Leave a Comment

Loading Posts...