Loading Posts...

INDvAUS : વોર્નરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200ને પાર

બેંગલુરૂ : બેંગલુરૂમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી વન-ડે મેચમાં કાંગારૂ ટીમના સ્ટાર વિસ્ફોટ ડેવિડ વોર્નરે શાનદાર પ્રદર્શન કરતા શ્રેણીમાં પહેલી સદી ફટકારી છે. તો બીજી તરફ એરોન ફિંચ પણ ડેવીડ વોર્નરનો સાથ આપી સદીની નજીક પહોચ્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0 થી હારી ગયું છે.

 

આ પહેલા ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા ઓસ્ટ્રલિયા ટીમને સારી શરૂઆત કરી છે. ડેવિડ વોર્નર અને એરોન ફિંચ વચ્ચે પહેલી વિકેટ માટે 200 રનની ભાગીદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે 200 થી વધુ રનની ભાગીદારી ચાલુ શ્રેણીમાં પહેલીવાર નોંધાઇ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આજની આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે 300 કે 300 થી વધુનો સ્કોર કરી શકે છે કે નહી.

Leave a Comment

Loading Posts...