Loading Posts...

INDvAUS : સ્ટેડિયમ ધોનીના નામના નારાઓથી ગુંજી ઉઠ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પહેલી વન-ડે મેચમાં ખરાબ શરૂઆત થયા બાદ ધોની અને હાર્દીક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરતા ટીમનો સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યો હતો. જેમાં ધોનીએ જવાબદારી પુર્વક બેટીંગ કરતા ફરી તેણે સાબીત કરી દીધું છે કે ધોની ટીમનો ફિનીશર ખેલાડી છે. તેવામાં ધોની જ્યારે મેદાન પર પહોચ્યો ત્યારે ચેપાક સ્ટેડિયમ પર હાજર હજારો દર્શકોએ તેનું શાનદાર સ્વાગત કર્યું હતું.

મળતી માહીતી મુજબ ધોનીએ જ્યારે મેદાન પર પગ મુક્યો ત્યારે સ્ટેડિયમ પર હાજર તમામ દર્શકોએ ધોનીના નામની ગુજ લગાવવામાં આવી હતી. દર્શકો પોતાની સીટ પરથી ઉઠીને ઉભા થઇને ધોનીનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઇએ કે ધોની આઇપીએલમાં ચૈન્નઇ સુપર કિંગ્સ ટીમ તરફથી શરૂઆતથી આઠ સીઝનમાં રમી રહ્યો હતો. આમ તે આજે ચૈન્નઇ ટીમના હોમ ગ્રાઉન્ડ પરથી જ રમી રહ્યો છે. જેને પગલે ધોનીના ચાહકોની હાજરી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં રહી છે. આ સાથે ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટ વન-ડે, ટેસ્ટ અને ટી 20 ક્રિકેટમાં 100 અડધી સદી ફટકારવાની સિદ્ધી મેળવી છે.

Leave a Comment

Loading Posts...