Loading Posts...

INDvAUS : ઇડન ગાર્ડન પર ઓસ્ટ્રેલિયાની બલ્લે – બલ્લે

કોલકત્તા : પહેલી વન-ડે હાર્યા બાદ મહેમાન ટીમ આજે ઇડન ગાર્ડન પર થનારી બીજી વન-ડેમાં પલટવાર કરવાના ઇરાદા સાથે ટીમ ઇન્ડિયા સામે મેદાન પર ઉતરશે. આમ તો જોઇએ તો ઇડન ગાર્ડનનું મેદાન ઓસ્ટ્રેલિયા ટીમ માટે લકી સાબીત થયું છે. ઇડન ગાર્ડન પર ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ મેચ હાર્યું નથી. તેવામાં આજનો આ મુકાબલો કાટે કી ટક્કર સમાન રહેશે.

કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાનની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના પ્રદર્શન ભારતના મોટા ભાદના મેદાન પર સારૂ રહ્યું છે. પરંતુ કોલકત્તાના ઇડન ગાર્ડન પર ભારતની હાલત થોડી ખરાબ છે. ઓવરઓલ પ્રદર્શનની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા ઇડન ગાર્ડન મેદાન પર કુલ 20 વન-ડે મેચ રમી છે. જેમાંથી 11 મેચમાં જીત મેળવી છે અને 8 મેચમાં હારન સામનો કરવો પડ્ય છે. તો બે મેચ પરીણામ વગરની રહી છે. તો છેલ્લા 10 મુકાબલામાં ભારતીય ટીમ પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન પર રમેલી છેલ્લી 10 મેચમાં ફક્ત 2 જ મેચમાં જીત મેળવવામાં સફળ રહી છે. જ્યારે 5 મેચમાં હારનો સામન કરવો પડ્યો છે અને 2 મેચ પરીણામ વગરની રહી છે. આમ ઓસ્ટ્રેલિયા ટીમ ઇડન ગાર્ડન મેદાન પર પોતાનો રેકોર્ડ જાળવવાના ઇરાદા સાથે અને શ્રેણીમાં પોતાની પકડ મજબુત કરવાના ઇરાદા સાથે આજને મેદાન પર ઉતરશે.

Leave a Comment

Loading Posts...