Loading Posts...

વરસાદને કારણે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે રદ્દ

અમદાવાદ : ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી વન-ડે શ્રેણીમાં આજે વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી છે. જોકે વેસ્ટ ઇન્ડિઝે પહેલા ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. વરસાદના કારણે મેચ રોકાઇ ત્યારે ટીમનો સ્કોર 2.2 ઓવરમાં વિના વિકેટે 21 રનનો સ્કોર હતો.

પાંચ મેચની વન-ડે શ્રેણીમાં હાલ ઇંગ્લેન્ડ 1-0 થી આગળ છે. પહેલી વન-ડે મેચમાં ઇંગ્લેન્ડ ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 7 વિકેટે હાર આપી હતી. હવે બન્ને ટીમો વચ્ચે ત્રીજી વન-ડે મેચ 24 સપ્ટેમ્બરના રોજ બ્રિસ્ટલમાં રમાશે. જોકે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડ કપ 2019માં ડાયરેક્ટ ક્વોલિફાય થવાથી ચુકી ગયું છે. આયરલેન્ડ સામે મેચ રદ્દ થઇ અને ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામે પહેલી વન-ડે મેચ હારી જવાથી વેસ્ટ ઇન્ડિઝ ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. હવે વેસ્ટ ઇન્ડિઝ ટીમને વર્લ્ડ કપ 2019માં ક્વોલિફાય કરવા માટે આવતા વર્ષે રમાનાર ક્વાલિફાયરમાં ભાગ લેવો પડશે.

Leave a Comment

Loading Posts...