Loading Posts...

ENGvWI: ડકવર્થ લુઈસથી ઈંગ્લેન્ડે વિન્ડિઝને 6 રનથી હરાવ્યું

અમદાવાદ : ક્રિકેટમાં ક્યારે શું થશે તેનો કોઈ ભરોષો નથી. ખાસ કરીને ક્રિકેટમાં વરસાદ થવો કોઈ નવી વાત નથી અને વરસાદ પછી ડકવર્થ લુઈસના નિયમ તો સોને પર સુહાગા જેવો છે.  આવું જ કંઈક ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ચોથા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં થયું. બુધવારે ઈંગ્લેન્ડના ઓવલમાં રમાયેલી ચોથી એક દિવસીયમાં વેસ્ટઈન્ડિઝને ડકવર્થ લુઈસની મદદથી 6 રનથી હરાવીને પાંચ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડે 3-0ની અજય બનાવી લીધી છે. વેસ્ટઈન્ડિઝના મેન ઓફ ધ મેચ એવિન લેવિસના શાનદાર 176 અને કેપ્ટન જેસન હોલ્ડરની સાથે તેમની રેકોર્ડ ભાગીદારીએ 356-5નો વિશાળ સ્કોર બનાવ્યો હતો.  તેમ છતા તેના જવાબમાં ઉતરી ઈંગ્લેન્ડની ટીમે 35.1 ઓવરમાં 258-5નો સ્કોર બનાવી લીધો હતો. ત્યારબાદ વરસાદ આવી ગયો અને મેચ ફરી શરૂ ન થઈ શકી. ઈંગ્લેન્ડની ટીમ આવા સમયે મેચમાં આગળ હતી અને આના કારણે વેસ્ટઈન્ડિઝ નિરાશ થઈ ગઈ હતી.

આ પહેલા ઈંગ્લેન્ડ ટીમે ટોસ જીતીને પહેલી બોલિંગનો નિર્ણય લીધો હતો અને ફક્ત 33ના સ્કોર સુધી મહેમાન ટીમની 3 વિકેટ પડી ચૂકી હતી. ત્યારબાદ એવિન લેવિસે જેસન મોહમ્મદ (46)ની સાથે ચોથી વિકેટ માટે 117 રન જોડીને ટીમને સંભાળી લીધી. મોહમ્મદના આઉટ થયા બાદ જેસન હોલ્ડર બેટિંગ કરવા માટે આવ્યો અને અહીં ઈંગલેન્ડના બોલરોની ધુલાઈ કરવાની શરૂ કરી. એવિન લેવિસે પોતાની સદી પૂરી કરી અને હોલ્ડરની સાથે પાંચ વિકેટ માટે 168 રન જોડી દીધા, જે વેસ્ટઈન્ડિઝ તરફથી પાંચમી વિકેટ સૌથી મોટી સાજેદારી છે. લેવિસ અભાગ્યશાળી રહ્યા કે પોતાની બેવડી સદી પૂરી ન કરી શક્યા અને 130 બોલમાં 176 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈ ગયા. વેસ્ટઈન્ડિઝ તરફથી એક દિવસીય આંતરરાષ્ટ્રીયમાં પાંચમી સૌથી મોટી ઈનિંગ્સ છે. જેસન હોલ્ડરે 62 બોલમાં 77 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે તેમના સર્વશ્રેષ્ઠ સ્કોર પણ બની ગયો. રોવમન પોવેલે 28 દિવસોની ઝડપી ઈનિંગ્સ રમી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 3 અને લિયમ પ્લંકેટ અને આદિલ રાશિદે એક એક વિકેટ લીધી. ઈંગ્લેન્ડની ટીમ આજની મેચમાં બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સ વગર ઉતરી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત ઘણી સારી રહી અને પહેલી વિકેટ માટે જેસન રોય (84) ને જોની બેર્સ્ટો (39)ની સાથે 126 રન જોડ્યા, પરંતુ વેસ્ટ ઈન્ડિઝએ અહીં જબરદસ્ત વાપસી કરી હતી અને અલ્જારી જોસેફે પાંચ વિકેટ લઈને 28મી ઓવરમાં મિજબાન ટીમનો સ્કોર 181-5 કરી દીધો. જેસન રોય અને બેસ્ટો ઉપરાંત જો રૂટ (14), ઈયોન મોર્ગન (19), અને સેમ બિલિંગ્સ (2) પેવેલિયનમાં હતા. મેચ વેસ્ટઈન્ડિઝની મુઠ્ઠીમાં હતી પરંતુ જોસ બટલર (43) અને મોઈન અલી (48)ની  77 રનની ધુંઆધાર ભાગીદારીએ મેચનું પરિણામ જ બદલી દીધું અને જ્યારે વરસાદના કારણે મેચ રોકાઈ તો ઈંગ્લેન્ડ લક્શ્યથી આગળ હતી. જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે પાંચમી અને છેલ્લી એક દિવસીય આંતરરાષ્ટ્રીય 29 સપ્ટેમ્બરે સાઉથમેન્ટન માં રમાશે.

Leave a Comment

Loading Posts...