Loading Posts...

સૌરવ ગાંગુલીએ કોલકત્તા વન-ડે પહેલા આપ્યું મોટું નિવેદન

છેલ્લા બે દિવસથી કોલકત્તામાં પડી રહેલા ભારે વરસાદ બાદ આજે બુધવારે શહેરમાં તડકો જોવા મળ્યો હતો. જેને પગલે બંગાળ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના સુકાની સૌરવ ગાંગુલીએ ઇડન ગાર્ડનની મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ તેણે સ્થિતિ પર સંતુષ્ટ હતો. આસ સ્ટેડિમયમાં ગુરૂવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે.

વરસાદના કારણે છેલ્લા 48 કલાકથી સ્ટેડિમયની  પિચ ઢાકી દેવામાં આવી છે. બુધવારે વરસાદ ન પડતા ઇડન ગાર્ડનની પીચ પરથી ટાલપત્રી હટાવી દેવામાં આવી હતી. મેદાનની પીચ પરથી કવર હટાવ્યા બાદ સુકાની વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને બોલીંગ કોચ ભરત અરૂણે પીચની મુલાકાત લીધી હતી.

તો ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટીવ સ્મીથે પત્રકાર પરીષદમાં કહ્યું હતું કે પીચ પર જેટલી પણ ઘાસ છે તે અત્યાર સુધી ભારતમાં કોઇ પણ પીચમાં મે જોઇ નથી. ગાંગુલીએ સ્થાનીક પીચ ક્યુરેટર સુજાન મુખર્જી સાથે પીચની મુલાકાત લીધા બાદ એક નિવેદન આપ્યું હતું કે “હું વિકેટથી સંતુષ્ટ છું. જો વરસાદ થશે તો કોઇ પરેશાની નહી થાય.”  બંગાળ ક્રિકેટ એસોસીએસનના સુત્રો અનુસાર વિકેટ પર એવી જ રમત જોવા મળશે જે પ્રકારે ઇન્ડિયન પ્રીમીયર લીગ દરમ્યાન જોવા મળતી હતી.

Leave a Comment

Loading Posts...