Loading Posts...

આ મહાન ભારતીય ક્રિકેટરનું સ્ટેડિયમ અમેરીકામાં બનશે

અમદાવાદ : ભારતના દિગ્ગજ ક્રિકેટર અને પુર્વ સુકાની સુનિલ ગાવસ્કરના નામે હવે અમેરિકામાં ક્રિકેટ સ્ટેડિયમ જોવા મળશે. આ સ્ટેડિયમનું તે ખુદ ઉદ્વાટન કરશે. જો કે, આ પહેલા મુંબઇના વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડને સુનિલ ગાવસ્કર નામ અપાયું હતું. ક્રિકેટરોના નામ પર સ્ટેડિયમની વાત કરવામાં આવે તો આ પહેલા ત્રણ જ એવા સ્ટેડિયમ છે અને આ તમામ વેસ્ટઇન્ડિઝમાં છે. વિવ રિચડર્સ સ્ટેડિયમ(નોર્થ સાઉન્ડ એન્ટિગા), બ્રાયન લારા સ્ટેડિયમ(તારુબા, ત્રિનિદાદ) અને ડેરેન સેમી સ્ટેડિયમ(સેન્ટ લૂસિયા) બાદ હવે સુનિલ ગાવસ્કરના નામે સ્ટેડિયમ હશે.
પરંતુ, વેસ્ટઇન્ડિઝના નામે આ તમામ સ્ટેડિયમ એ ક્રિકેટરોના હોમ ટાઉન સાથે જોડાયેલા છે. જો કે, ગાવસ્કરના નામે આ સ્ટેડિયમ તેમના હોમ ટાઉનમાં નહીં પણ અમેરિકાના લુઇસવિલ, કેન્ટીમાં હશે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ગાવસ્કરે ખુશી વ્યકત કરતા કહ્યું કે, આ મોટા સન્માનની વાત છે કે મારા નામે એવી જગ્યાએ ક્રિકેટ સ્ટેડિયમ હશે, જે એ દેશની મુખ્ય રમત નથી. ઉલ્લેખનીય છે કે, ગાવસ્કરના નામે ક્રિકેટ સ્ટેડિયમનું નામ રાખવાનો વિચાર કેન્ટકીના રહેવાસી જય બોકેનો હતો. જે સ્પોર્ટ્સ માર્કેટિંગ કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ સાથે જોડાયેલ છે.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...