Loading Posts...

હરભજને ટ્વીટ મારફતે રાજ્ય અને કેન્દ્ર સરકારને નિશાના પર લીધી

અમદાવાદ : ટીમ ઇન્ડિયાના ટર્બોનેટર એવા હરભજનસિંહ કોઇકને કોઇ ક કારણોથી ચર્ચામાં રહેતો હોય છે. આજ કાલ પુર્વ ખેલાડીઓ સોશીયલ મીડિયા મારફતે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. એવી જ રીતે હરભજનસિંહ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વખતે તેણે GST ને લઇને એવું કરી નાખ્યું કે તે સોશીયલ મીડિયા પર વાયરલ થઇ ગયું.

વાત એવી છે કે હરભજન રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો. જ્યા તેણે જમ્યા બાદ જ્યારે બીલ ભર્યું ત્યારે તેને એવું લાગ્યું કે તેની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ જમ્યું હોય. બસ આજ કારણને લઇને હરભજને GST નો ભડાસ ટ્વીટ પર કાઠ્યો અને લોકોને પણ આ જ વાતનું દુખ હતું જેને પગલે લોકોએ પણ હરભજનના ટ્વીટને સમર્થન આપવાનું શરૂ કર્યું અને રી ટ્વીટ કરી તેને વાયરલ બનાવી દીધું. ઉલ્લેખનીય છે કે 1 જુલાઇથી સમગ્ર દેશમાં GST અમલમાં આવી ગયું છે. જેમાં નવા નિયમ પ્રમાણે રેસ્ટોરન્ટમાં 12 ટકા સ્ટેટ GST અને 18 ટકા સેંગમેંટ ટેક્સ લાગે છે.

Leave a Comment

Loading Posts...