Loading Posts...

હાર્દીક એક સ્પેશિયલ ક્રિકેટર છે : કુમાર સંગાકારા

અમદાવાદ : હાર્દિક પંડયાએ જ્યારથી ભારતીય ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે ત્યારથી લઇને આજ સુધી પોતાની શાનદાર ઇનિંગ્સ દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. હવે આ યાદીમાં એક નવંુ નામ જોડાઇ ગયું છે અને તે છે શ્રીલંકાનો દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારા. શ્રીલંકાના આ પૂર્વ બેટ્સમેને હાર્દિકની બેટિંગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તે એક ખરેખર સ્પેશિયલ બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચમાં પોતાની શાનદાર બેટિંગની મદદથી હાર્દિકે ભારતીય ટીમને જીત અપાવી હતી. આ મેચ બાદ સંગાકારાએ ટ્વિટ કરી હાર્દિકનો ઉત્સાહ વધાર્યો હતો. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે હાર્દિક ખરેખર એક ખાસ ખેલાડી છે અને ભારતીય ટીમ અત્યારે દરેક પરિસ્થિતિઓમાં મજબૂત ટીમ લાગે છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી શ્રેણીમાં ત્રણ મેચમાં હાર્દિક બે વખત મેન ઓફ ધ મેચ જાહેર થઇ ચૂક્યો છે.

 

હાર્દીક પંડ્યાના પ્રદર્શનથી યુવા ખેલાડીઓ પ્રેરણા લેશે : દ્રવીડ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હાલમાં ભારત ‘છ’ ટીમના કોચ રાહુલ દ્રવિડે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની પ્રશંસા કરતા કહ્યું હતું કે મને આશા છે કે ઓસ્ટ્રેલિયા સામે તેની ઇનિંગ્સથી ભારત ‘છના યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે. જે રીતે પરિસ્થિતિ પ્રમાણે પંડયા ક્રિકેટ રમી રહ્યો છે તે રીતે તેની પૂરી કારકિર્દી બદલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારત ‘છ’ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ રાહુલ દ્રવિડ તે ટીમનો કોચ હતો અને હાર્દિક પંડયા તે ટીમનો એક ખેલાડી હતો.

તે પ્રવાસમાં પંડયાએ દર્શાવ્યું હતું કે પરિસ્થિતિ પ્રમાણે તે ટીમમાં બેટિંગ કરી શકે છે. ભારતીય ટીમ માટે હાર્દિક પંડયાએ કેટલીક મહત્ત્વની ઇનિંગ્સ રમી છે. આ ઉપરાંત બોલિંગમાં પણ તેણે મહત્ત્વની વિકેટો ઝડપી છે. તે હંમેશા પોતાની સ્વભાવિક રમત નહીં પરંતુ પરિસ્થિતિ મુજબ રમે છે. તે ટીમમાં કોઇ પણ ક્રમે રમી શકે છે. જો ટીમ મુશ્કેલીમાં હોય છે તો તે સંભાળીને રમે છે અને ટીમ મજબૂત સ્થિતિમાં હોય તો તે આક્રમક રમત દર્શાવે છે. આમ તેની બેટિંગ પરથી તેની પરપકવતા દર્શાવે છે. દ્રવિડે પરિસ્થિતિનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે શું તમે ૩૦ રને ત્રણ વિકેટ હોય અને ૨૫૦ રને ત્રણ વિકેટ હોય ત્યારે તે સમય પ્રમાણે બેટિંગ કરી શકો છો. તમારે સમય અને સ્થિતિ પ્રમાણે બેટિંગ કરવાની જરૂર હોય છે. જો તમે એવું કરી શકો છો કે જે હાલમાં હાર્દિક પંડયા કરી રહ્યો છે તો તે એક સારા ક્રિકેટરની નિશાની છે.

Leave a Comment

Loading Posts...