Loading Posts...

હરમનપ્રીત ઇજાગ્રસ્ત, વિશ્વકપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાની મુસીબત વધી

લંડન : ICC મહિલા વિશ્વ કપની રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. એવામાં બન્ને ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌર રવિવારે વર્લ્ડકપની ફાઈનલમાં રમશે કે નહી તેના પર સસ્પેન્સ છે. મીડિયા રિપોર્ટ અનુસાર નેટ પ્રેક્ટિસ દરમિયાન હરમનપ્રિત કૌરને જમણા ખભા પર ઈજા થઈ હતી.

જોકે હજુ મેડિકલ ટીમે હરમનપ્રીત કૌરની ઇજાને લઇને કઇ પણ કહેવા માટે તૈયાર નથી. પરંતુ ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજે આશા વ્યક્ત કરી છે કે 23 જુલાઈએ લોર્ડસમાં થનારી ફાઈનલ પહેલા તેની ખભાની ઈજા સારી થઈ જશે. મળતી માહિતી મુજબ કે ઇજા પહોચ્યા બાદ હરમનપ્રીત કૌર અસહજ અનુભવી કરી રહી હતી. જોકે હાલ સ્પોર્ટ સ્ટાફ અને મેડિકલ ટીમ તેની દેખભાળ કરવામાં લાગ્યો છે. હરમનપ્રીતને ઇજા પહોચી ત્યારે સપોર્ટ સ્ટાફે તુરંત તેના ખભા પર બરફ પણ લગાવવામાં આવ્યો હતો. પ્રેકટીસ દરમ્યાન ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓનું કહેવું છે કે પ્રાથમિક સારવારના રૂપમાં બરફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુરૂવારે 28 વર્ષિય હરમનપ્રીત કૌરે 115 બોલમાં અણનમ 171 રનોની ધમાકેદાર ઈનિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધું હતું. ભારતીય મહિલા ટીમ 12 વર્ષ બાદ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે મહિલા વિશ્વ કપમાં જો ભારત ટાઇટલ જીતશે તો એવું પહેલીવાર બનશે કે કોઇ એશિયન દેશ પહેલીવાર મહિલા વિશ્વ કપ જીતશે.

Leave a Comment

Loading Posts...