Loading Posts...

જ્યારે બેટિંગમાં દમ હશે તો શું કરી લેશે બેટનો નિયમ : ડેવિડ વોર્નર

અમદાવાદ : ICC એ ક્રિકેટમાં કેટલાક નવા નિયમો બનાવ્યા છે. આ નિયમમાંથી એક છે કે બેટની સાઈઝ નિર્ધારિત કરવાનો નિયમ. બેટનો નિર્ધારિત આકારવાળા નિયમ પર ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે કહ્યું કે બેટનો આકાર અને વજનને લઈને આઈસીસીના નવા નિયમનું આક્રમક બેટ્સમેનો પર કોઈ અસર નહીં પડે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે અહીં થનારી ચોથી વન ડેની પૂર્વ સંધ્યા પર બંને ટીમની પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠ્યો હતો.  તેમણે સાથે એ પણ કહ્યું કે બેટના આકારમાં વધારે અંતર નથી. વોર્નરે કહ્યું કે તેઓ બે અઠવાડિયા પહેલા બાંગ્લાદેશ સીરીઝથી પહેલા બેટનો ઉપયોગ કરતા હતા.

એક સવાલ પર તેમણે કહ્યું કે એવું નથી કે મોટા બેટથી વધારે સિક્સ લાગે. એ દરેક બેટ્સમેન અને પિચ પર નિર્ભર કરે છે. આપણે પોતાની તાકાત અને કૌશલ પર નિર્ભર કરીએ છીએ બેટ પર નહીં. ક્રિકેટના મેદાન પર અનુચિત વ્યવહાર કરનારા ખિલાડીઓને લઈને આઈસીસીએ નવા નિયમ લાગુ કર્યા છે. આ નિયમને 28 સપ્ટેમ્બર કે તેના પછી શરૂ થનારી સિરીઝમાં લાગુ કરાશે. આ બદલાવમાં બેટની લંબાઈ પહોળાઈની સીમા અને ડીઆરએસમાં બદલાવનો સમાવેશ છે. જોકે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી લિમિટેડ ઓવરોની સિરીઝ જૂના નિયમો અનુસાર જ રમાશે. આ દરેક નિયમ આગામી બે ટેસ્ટ સિરીઝમાં પ્રભાવે કરાશે. જ્યારે સાઉથ આફ્રિકા બાંગ્લાદેશની મિજબાની કરશે અને પાકિસ્તાન સંયુક્ત અરબ અમિરાટમાં શ્રીલંકાથી ટકરાશે.

Leave a Comment

Loading Posts...