Loading Posts...

‘સચિનની વિકેટ લેતા શાંતિ અનુભવ થતો હતો’ : બ્રેટ લી

અમદાવાદ : ભારતના મહાન ક્રિકેટર કે જેને ક્રિકેટના ભગવાન ગણવામાં આવે છે કે સચિન તેંદુલકરને મેદાન પર રમતો જોવાની તમામ લોકોની ઇચ્છા હોય છે અને તેની સાથે રમવાની અને તેની સામે બોલીંગ કરવાની તમામ ક્રિકેટરોની ઇચ્છા રહેતી હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો આ મહાન ફાસ્ટ બોલરની ઇચ્છા કઇક અલગ જ છે. વિશ્વનાં મહાન ફાસ્ટ બોલરોમાં સામેલ રહેનારા ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ખેલાડી બ્રેટ લીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત સામેની મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આઉટ થાય તે અવાજથી તેમને શાંતિ મળતી હતી અને આ ધ્વનિ તેઓ સાંભળવાનું પસંદ કરતા હતા.
બ્રેટ લીએ બેંગલોરની વન-ડે મેચ પુરૂ થયા બાદ એક કાર્યક્રમમાં હાજરી દરમ્યાન યુવા બાળકો સાથે વાતચીત કરતાં બ્રેટલીએ કહ્યું કે, મેચમાં જ્યારે અમ્પાયર બોલને નો બોલ આપતા હોય છે તે તેમને સાંભળવુ પસંદ નથી. તે અહીંયા ગ્લોબલ હિયરિંગ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. દરમ્યાન તેણે કહ્યું કે તેના દીકરાને પણ સાંભળવાની મુશ્કેલી હતી, પરંતુ હવે તેમનો દીકરો સંપૂર્ણરીતે સ્વસ્થ છે. જેને કારણે તેઓ આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. કાર્યક્રમ બાદ તેમણે પોતાના ટ્વિટર પર લખ્યુ, “કેરળમાં હિયરિંગ સ્ક્રિનિંગ મેનડેટ કાર્યક્રમની સફળતા જોઈ હું ખૂબ ખુશી અનુભવુ છુ.” ઉલ્લેખનીય છે કે, લીએ તેમની 9 વર્ષની કારકિર્દીમાં 76 ટેસ્ટ મેચોમાં 310 વિકેટ લીધી. તેમણે વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Leave a Comment

Loading Posts...