Loading Posts...

મહિલા વિશ્વકપ ફાઇનલ : ભારત સામે ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટીંગ પસંદ કરી

લોર્ડસ : ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ખિતાબી જંગમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખેલાશે. જેમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2005 બાદ બીજી વાર મહિલા વિશ્વ કપ 2017ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે 4 વિશ્વ રેકોર્ડ ધારક ભારતીય ખેલાડીઓ આજે મેદાન પર ઉતરશે. મહત્વની વાત એ છે કે મહિલા વિશ્વ કપની ફાઇનલ મેચ જોવા માટે લોર્ડસનું સ્ટેડીયમ સંપુર્ણ ભરાઇ ગયું છે. સ્ટેડીયમની તમામ ટીકીટો વેચાઇ ગઇ છે.

મહિલા વિશ્વ કપનો આ ફાઇનલ ખિતાબી મુકાબલો બપોરે 3 કલાકે શરૂ થશે. આ ફાઇનલ જંગ ક્રિકેટના મક્કા લોર્ડસમાં રમાશે. ટીમ ઇન્ડિયાએ વિશ્વ કપની સફર દરમ્યાન શાનદાર પ્રદર્શન કરી ફાઇનલ સુધી પહોચી છે. પુરી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ બોલીંગ, ફિલ્ડીંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રી ક્વાટર ફાઇનલમાં મિતાલી રાજ એન્ડ કંપનીએ ન્યુઝીલેન્ડે અને સેમી ફાઇનલમાં 6 વારની ચૈમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમને હાર આપી હતી. તો મેજબાન ઇંગ્લેન્ડ પણ આ મામલામાં ઓછી આંકિ શકાય નહી. ઇગ્લેન્ડ ટીમે અત્યાર સુધી 2 વાર વિશ્વ કપ જીત્યો છે. ઇંગ્લેન્ડે વર્ષ 1973માં ઓસ્ટ્રેલિયાને હરાવીને અને ત્યાર બાદ 1993માં ન્યુઝીલેન્ડને હરાવીને વિશ્વ કપનો ખિતાબ જીત્યો હતો. અન્ય એક રેકોર્ડની વાત કરીએ તો આ લોર્ડસ મેદાન પર જ પુરૂષ ક્રિકેટ ટીમ કપિલ દેવની મેજબાની હેઠળ 1983માં વેલ્ટ ઇન્ડિઝ ટીમને હરાવીને પહેલીવાર વિશ્વ કપ જીત્યો હતો. આમ  ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અનેક ઇતિહાસ રચવાથી માત્ર એક કદમ જ દુર છે.

Leave a Comment

Loading Posts...