Loading Posts...

ICC મહિલા વિશ્વકપ : ન્યુઝીલેન્ડને 186 રને હરાવીને ભારતીય મહિલા ટીમ સેમી ફાઇનલમાં પહોચી

ICC મહિલા વિશ્વકપ : ન્યુઝીલેન્ડને 186 રને હરાવીને ભારતીય મહિલા ટીમ સેમી ફાઇનલમાં પહોચી

ICC મહિલી વિશ્વ કપમાં ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની મહત્વની મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી કેપ્ટન મિતાલી રાજ (109)ની શાનીદાર સદીની મદદથી ભારતે મહિલા વિશ્વકપમાં પોતાની અંતિમ લીગ મેચમાં શનિવારે ન્યૂઝીલેન્ડને 186 રને માત આપીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતને બેટિંગનું આમંત્રણ મળતા પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા હતા. ભારતે આપેલા 266 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ કિવી ટીમ ભારતની ઘાતક બોલિંગ સામે માત્ર 79 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે 15 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

ભારતની શરૂઆત પણ ખરાહ રહી હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 21 રને મહત્વની બે વિકેટ ગુમાવી દીધી હતી. પાછલી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શતક ફટકારના પૂનમ રાઉત માત્ર 4 રન બનાવીને આઉટ થઈ હતી. જ્યારે ઓપનર સ્મૃતિ મંધાના એકવાર ફરીથી ફ્લોપ રહેલા 13 રન બનાવીને પેવેલિયન પાછી ફરી હતી. અહીથી મિતાલી અને હરમનપ્રીતે ત્રીજી વિકેટ માટે 132 રનોની શતકીય ભાગીદારી કરતાં ટીમના સ્કોરને 153 સુધી પહોંચાડ્યો હતો. હરમનપ્રીત 60 રન બનાવીને કાસ્પેરેકની શિકાર બની હતી, ત્યાર બાદ કૌરની જગ્યાએ આવેલી દિપ્તી શર્મા શૂન્ય રને પેવેલિયન પાછી ફરી હતી. આમ દિપ્તીના રૂપમાં ભારતે પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી.

દિપ્તી બાદ મેદાનમાં ઉતરેલ વેદા ક્રિષ્નમૂર્તિએ મિતાલીને સાથ આપતા વિસ્ફોટક બેટિંગની શરૂઆત કરી હતી. વેદાએ માત્ર 45 બોલમાં બે સિક્સ અને સાત ફોર સાથે 70 રન ફટકાર્યા હતા. મિતાલી અને વેદાએ 108 રનની પાર્ટનરશીપ કરીને ટીમના સ્કોરને 260રનને પાર પહોંચાડી દીધો હતો. આ બંને ખેલાડી અંતિમ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. હવે ICC મહિલા વિશ્વ કપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.

Leave a Comment

Loading Posts...