Loading Posts...

વિરાટ કોહલીની સદીન મદદથી ભારતે 5-0 થી શ્રીલંકાના સુપડા સાફ કર્યા

અમદાવાદ : શ્રીલંકા ક્રિકેટ ટીમન તેના ઘરમાં જ ટેસ્ટ બાદ વિરાટ સેનાએ વન ડે સીરીઝ પર 5-0 થી જીતી લઇ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓના રેકોર્ડ પ્રદર્શનની મદદથી ટીમે જીતનો સિલસિલો જાળવી રાખતા કોલંબોમાં આજે રમાયેલી પાંચમી અને અંતિમ વન ડે મેચમાં પણ યજમાન શ્રીલંકાને 6વિકેટથી હાર આપી હતી. ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગમાં 5 વિકેટ ઝડપ્યા બાદ સુકાની વિરાટ કોહલીની સદીની મદદથી ભારતીય ટીમે શ્રીલંકાના 238 રનના જવાબમાં 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ વન ડે મેચની સિરીઝ 5-0 થી જીતી લઇ શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યો હતો.
શ્રીલંકાએ આપેલા 240 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 29 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. ઓપનર રોહિત શર્મા 16 રને અને અજિંક્ય રહાણે 5 રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ કપ્તાન વિરાટ કોહલીએ મનિષ પાંડે અને કેદાર જાધવ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. કેદાર જાધવે 73 બોલમાં 7 છગ્ગાની મદદથી 63 રન, મનિષ પાંડેએ 53 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 36 રન અને કપ્તાન કોહલીએ 116 બોલમાં 9 ચોગ્ગાની મદદથી શાનદાર અણનમ 110 રન બનાવ્યા હતા. જ્યારે ધોની 1 રને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી મલિંગા, ફર્નાન્ડો, પુષ્પકુમાર અને હસરંગાને 1-1 વિકેટ મળી હતી.

પાંચમી અને અંતિમ વન ડે મેચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે માત્ર 63 રનના સ્કોર પર ટોચની 3વિકેટ ગુમાવતા ટીમ મુશ્કેલીમાં મૂકાઇ હતી. નિરોશન ડિકવેલા 2 રને, દિલશાન મુનાવીરા 4 રને અને ઉત્પુલ થરંગા 48 રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ એન્જેલો મૈથ્યૂઝ અને લાહિરુ થિરિમાનેની અર્ધ સદી છતાં 49.4 ઓવરમાં 238 રન બનાવી ઓલઆઉટ થયું હતું. બંનેએ ચોથી વિકેટ માટે મહત્વપૂર્ણ 122 રનની ભાગીદારી નોંધાવી હતી.

થિરિમાનેએ 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 67 રન અને મૈથ્યૂઝે 4 ચોગ્ગાની મદદથી 55  રન બનાવ્યા હતા. ઉપરાંત મિલિંદા સિરિવર્ધનાએ 18 રન, અકિલા ધનંજય 4 રન, હસરંગાએ 9 રન, પુષ્પકુમારાએ 8 રન, વિશ્વા ફર્નાન્ડોએ અણનમ 7 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સૌથી વધુ 5 વિકેટ ભુવનેશ્વર કુમારે 42 રન આપી લીધી હતી. જ્યારે જસપ્રીત બૂમરાહે 2 વિકેટ લીધી હતી. ઉપરાંત કુલદીપ યાદવ અને યજૂવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...