બેંગલુરૂ : બેંગલુરૂમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી વન-ડે મેચમાં કાંગારૂ ટીમના સ્ટાર વિસ્ફોટ ડેવિડ વોર્નરે શાનદાર પ્રદર્શન કરતા શ્રેણીમાં પહેલી સદી ફટકારી છે. તો બીજી તરફ એરોન ફિંચ પણ ડેવીડ વોર્નરનો સુંદર સાથ આપ્યો હતો. પરંતુ ફિંચ સદી ચુક્યો હતો અને 94 રન બનાવીને એરોન ફિંડ ઉમેશ યાદવની ઓવરમાં હાર્દીક પંડ્યાને કેચ આપી બેઠો હતો. બન્ને ખેલાડીઓ વચ્ચે પહેલી વિકેટ માટે રેકોર્ડનીય 231 રનની ભાગીદારી નોંધાઇ હતી. તો ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા ટીમના સુકાની સ્ટીવ સ્મીથ મોટી ઇનીંગ રમવામાં સફળ થયો ન હતો અને 3 રન બનાવીને ઉમેશ યાદવની ઓવરમાં વિરાટ કોહલીના હાથમાં કેચ આપી બેઠો હતો. ઉલ્લેખનીય છે કે પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0 થી હારી ગયું છે.
આ પહેલા ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા ઓસ્ટ્રલિયા ટીમને સારી શરૂઆત કરી છે. ડેવિડ વોર્નર અને એરોન ફિંચ વચ્ચે પહેલી વિકેટ માટે 231 રનની ભાગીદારી નોંધાવી છે. ત્યાર બાદ 34.6 ઓવરમાં કેદાર જાધવની ઓવરમાં ડેવિડ વોર્નરે છગ્ગો ફટકારવાના ચક્કરમાં અક્ષર પટેલના હાથમાં કેચ આપી બેઠો હતો. ઉલ્લેખનીય છે કે 200 થી વધુ રનની ભાગીદારી ચાલુ શ્રેણીમાં પહેલીવાર નોંધાઇ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આજની આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે 300 કે 300 થી વધુનો સ્કોર કરી શકે છે કે નહી.