Loading Posts...

મહિલા વિશ્વ કપ જીતી ઇતિહાસ રચવા માટે ભારતીય ટીમને 229 રનની જરૂર

લોર્ડસ : ICC મહિલા વિશ્વકપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડના સ્કિવર 51 રન અને ટૈલરના 45 રનની મદદથી ભારતને જીતવા માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જોકે ભારતીય ફાસ્ટ બોલર જુલન ગોસ્વાનીના તરખાટ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. જુલન ગોસ્વાનીએ પોતાની 10 ઓવરમાં માત્ર 23 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે પુનમ યાદવે 2 વિકેટ ઝડપી હતી.

આ પહેલા ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડનો પ્રથમ બેટીંગના નિર્ણયને ભારતીય બોલરોએ નિષ્ફળ કર્યો હોય તેમ 63 રનના સ્કોર પર પ્રથમ 3 મહત્વની વિકેટ ઝડપીને મોટી સફળતા મેળવી હતી. જોકે ત્યાર બાદ ઇંગ્લેન્ડની વિકેટ કિપર ટૈલર અને સ્કિવરે શાનદાર ઇનીંગ રમી હતી. ટૈલરે 62 બોલમાં 45 રન કર્યા હતા. જોકે મહત્વની વાત એ હતી કે ટૈલરે પોતાના 45 રનમાં એક પણ ચોગ્ગો કે છગ્ગો ફટકાર્યો ન હતો. તમામ 45 રન દોડીને લીધા હતા. તો બીજી તરફ તેનો સુંદર સાથ સ્કિવરે આપ્યો હતો. તેણે 68 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 51 રન કર્યા હતા અને ઇંગ્લેન્ડને મોટા જુમલા સુધી પહોચાડ્યું હતું. સ્કિવરે પોતાની કારકિર્દીની 9મી વન-ડે અડધી સદી ફટકારી હતી. જોકે ભારતીય ફાલ્ટ બોલર જુલન ગોસ્વામીની ચુસ્ક લાઇન અને લેન્થની બોલીંગ કરતા ઇંગ્લેન્ડને મોટો સ્કોર કરતા અટકાવી રાખ્યા હતા. જુલન ગોસ્વાનમીએ પોતાની 10 ઓવરમાં માત્ર 23 રન આપી 3 મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે પુનમ યાદવે પણ 10 ઓવરમાં માત્ર 36 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Loading Posts...