Loading Posts...

INDvAUS : ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતે 282 રનનો લક્ષ્યાંક આપ્યો

ચૈન્નઇ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજ શરૂ થયેલી પહેલી વન-ડેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી હતી અને જેમાં પુર્વ સુકાની ધોની અને હાર્દીક પંડ્યાની શાનદાર ઇનીંગની મદદથી ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 281 રનનો મોટો જુમલો ખડો કર્યો હતો. ધોનીએ 88 બોલમાં 79 રન, હાર્દીક પંડ્યાએ 66 બોલમાં 83 રન કર્યા હતા.

પહેલા બેટીંગ કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. સુકાની વિરાટ કોહલી શુન્ય રન, અજીંક્ય રહાણે 5 રન, રોહીત શર્મા 28 રન અને મનિશ પાંડેના શુન્ય રન બનાવી સસ્તામાં આઉટ થયા હતા. આમ ટીમ ઇન્ડિયાની 87 રનના સ્કોર પર અડધી ટીમ આઉટ થઇ ગઇ હતી. ધોની અને હાર્દીક પંડ્યા વચ્ચે 118 રનની ભાગીદારી નોંધાઇ હતી. જે ટીમ માટે સૌથી મહત્વની ભાગીદારી હતી. હાર્દીક પંડ્યાએ આક્રમક બેટીંગ કરતા 66 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આક્રમક 83 રન કર્યા હતા. તો ધોનીએ શરૂઆત ધીમી રમી હતી અને પોતાની અડધી સદી બન્યા બાદ આક્રમક રમત રમી હતી અને તેણે 88 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક 79 રન કર્યા હતા. તો ત્યાર બાદ ભુવનેશ્વર કુમારે પણ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને તેણે ધોની સાથે સુંદર સાથ આપ્યો હતો અને ભુવનેશ્વર કુનારે 30 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 32 રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો.

Leave a Comment

Loading Posts...