Loading Posts...

INDvAUS : ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતે આપ્યો 253 રનનો લક્ષ્યાંક

કોલકત્તા : કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારત 252 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ સુકાની વિરાટ કોહલીએ 92 રન અને અજિંક્ય રહાણેએ 55 રન કર્યા હતા. તો ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી કાઉન્ટર નાઇલ અને રીચર્ડશને 3-3 વિકેટો ઝડપી હતી.

આ પહેલા ટીમ ઇન્ડિયાએ પહેલા બેટીંગ કરતા સારી શરૂઆત કરી ન હતી. ઓપનર રોહીત શર્મા માત્ર 7 રને સસ્તામાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ સુકાની વિરાટ કોહલી મેદાને આવ્યો હતો અને અજીંક્ય રહાણે સાથે શાનદાર ઇનીંગ રમી હતી. વિરાટ કોહલી અને અજીંક્ય રહાણે વચ્ચે બીજી વિકેટ માટે 102 રનની સદીની ભાગીદારી નોંધાઇ હતી. જોકે અજીંક્ય રહાણે મોટી ઇનીંગ રમી શક્ય ન હતો અને તે 55 રને રન આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને કેદાર જાધવ વચ્ચે 55 રનની ભાગીદારી નોંધાઇ હતી અને ટીમને મજબુત સ્કોર સુધી પહોચાડ્યું હતું. જોકે ત્યાર બાદ ધોની પણ 5 રને સસ્તામાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ હાર્દીક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા. હાર્દીક પંડ્યા 26 બોલમાં 20 રન અને ભુવનેશ્વર કુમાર 33 બોલમાં 20 રન કર્યા હતા.

Leave a Comment

Loading Posts...