Loading Posts...

INDvAUS : ટી20 સીરીઝમાં કમિંસની જગ્યાએ આ ખેલાડીએ લીધી જગ્યા

અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ ટી 20 મેચની સીરીઝ 7 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયા પસંદગી સીમીતીએ ટીમ ઇન્ડિયા સામે પોતાની ટીમ જાહેર કરી છે. જેમાં ઓસ્ટ્રેલિયા ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે. ટીમમાં પૈટ કમિંસની જગ્યાએ એંડ્ર્યુ ટાઇને જગ્યા મળી છે. વાત એવી છે કે ઓસ્ટ્રેલિયા એશીઝ સીરીઝ પહેલા પૈટ કમિંસને આરામ આપવા માંગે છે. જેને પગલે તેને ટી-20 ટીમમાં પડતો મુકવામાં આવ્યો છે.

એંડ્ર્યુ ટાઇએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 5 મેચ રમી છે. જેમાં તેણે 37.60ની ઓવરેજથી 5 વિકેટ ઝડપી છે. એંડ્ર્યુ ટાઇને આંતરરાષ્ટ્રિય મેચમાં કોઇ ખાસ અનુભવ નથી. પરંતુ ટાઇને IPL 2017 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. એંડ્ર્યુ ટાઇ આઇપીએલમાં ગુજરાત લાયન્સ ટીમ તરફથી રમ્યો હતો. ટાઇએ ગુજરાત તરફથી 6 મેચ રમીને 12 વિકેટ ઝડપી છે.

હાલની વાત કરીએ તો ભારત સામે ઓસ્ટ્રેલિયાની હાલત સદંતર ખરાબ છે. ઓસ્ટ્રેલિયા પાંચ વન-ડે શ્રેણીમાં 3-0 થી શ્રેણી હારી ગઇ છે. ત્યારે ઓસ્ટ્રેલિયાને હવે બાકીની બન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કરવા માટે અને ટી 20 શ્રેણી જીતવાનું દબાણ વધી ગયું છે.

Leave a Comment

Loading Posts...