Loading Posts...

INDvAUS : ભારતે 50 રને બીજી વન-ડે જીતી રેકિંગમાં પહેલા ક્રમે પહોચી

કોલકત્તા : કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર રમાયેલી બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ 50 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા ICC વન-ડે રેકિંગમાં પણ ટોચના સ્થાને પહોચી ગયું છે. તો પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 2-0 થી આગળ નિકળી ગયું છે. આ જીતમાં સુકાની વિરાટ કોહલી બાદ સ્પીનર કુલદીપ યાદવે ઝડપેલી હેટ્રીક મહત્વની ભુમીકા ભજવી હતી.

આ પહેલા ભારતે આપેલા 253 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર હિલટન અને ડેવિડ વોર્નર 1-1 રને સસ્તામાં આઉટ થઇ ગયા હતા. જ્યારે સ્મીથ અને ટ્રેવીસ હેડે ત્રીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે ટ્રેવીસ હેડ મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને 39 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. તો સુકાની સ્ટીવ સ્મીથે શાનદાર ઇનીંગ રમી હતી પરંતુ મોટી ઇનીંગ રમી શક્યો ન હતો. તેણે 76 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 59 રન કરી આઉટ થયો હતો. જોકે ત્યાર બાદ મરક્યુસ સ્ટોઇનીસે ટીમ ઇન્ડિયાના થોડા સમય માટે શ્ર્વાસ અદ્ધર કરી દીધા હતા. સ્ટોઇનીસે 65 બોલમાં આક્રમક રમત રમતા 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 62 રન કર્યા હતા. આમ પુરી ઓસ્ટ્રેલિયાની ટીમ 43.1 ઓવરમાં 202 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા. ટીમ ઇન્ડિયા તરફથી ભુવનેશ્વર કુમાર અને કુલદિપ યાદવે 3-3 વિકેટ, હાર્દીક પંડ્યા અને ચહલે 2-2 વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Loading Posts...