Loading Posts...

INDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું

નાગપુર : નાગપુરના વિદર્ભ મેદાન પર રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં રોહીત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા સદીની મદદથી ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી લીધી છે. રોહીત શર્માએ વન-ડે કારકિર્દીની 13મી સદી ફટકારી હતી. તો આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ શ્રેણી 4-1 થી જીતી લીધી છે તો ICC વન-ડે રેકિંગમાં ટીમ ઇન્ડિયા ફરી ટોચના સ્થાને પહોચી ગઇ છે.

 

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓ ભારતીય યુવા બોલરો સામે ટકી શક્યા ન હતા. અને 50 ઓવરમાં 9 વિકેટે 242 રન કરી શક્યા હતા. ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી થઇ ન હતી. 108 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની 4 મહત્વની વિકેટ પડી ગઇ હતી. ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી સૌથી વધુ ડેવીડ વોર્નરે 53 રન કર્યા હતા. તો ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તો જસપ્રિત બુમરાહે 2 વિકેટ, હાર્દીક પંડ્યા, કેદાર જાધવને 1-1 વિકેટ ઝડપી હતી.

ત્યાર બાદ 243 રનના લક્ષ્યાંકને પહોચી વળવા મેદાન પર આવેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. પહેલી વિકેટ માટે ઓપનર રોહીત શર્મા અને અજિંક્ય રહાણે વચ્ચે 124 રનની ભાગીદારી નોંધાવી હતી. તો રોહીત શર્માએ શાનદા પ્રદ્રશન કરતા વન-ડે કારકિર્દીની 13 મી સદી ફટકારી હતી. તેણે 109 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આક્રમક 125 રનની ઇનીંગ રમી હતી. તો અજીંક્ય રહાણેએ પણ 74 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 61 રન કર્યા હતા અને ભારતને સારી શરૂઆત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી યુવા બોલર ઝંપાએ 2 વિકેટ લીધી હતી. મહત્વની વાતએ છે કે રોહીત શર્મા અને અજીંક્ય રહાણે વચ્ચે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં સતત ત્રણ વન-ડેમાં પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. જે એક ભારતીય ક્રિકેટમાં પહેલો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. હજુ સુધી એક પણ ઓપનરોએ સતત ત્રણ વન-ડેમાં પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી નથી. તો બીજી તરફ રોહીત શર્માએ ચાલુ શ્રેણીમાં ભારત તરફથી પહેલી સદી નોંધાવી હતી. આ સાથે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી 4-1 થી જીતી લીધી છે અને આ સાથે ICC વન-ડે રેકિંગમાં પહેલા સ્થાને પહોચી ગઇ છે.

Leave a Comment

Loading Posts...