Loading Posts...

INDvSL : ભારતે પ્રથમ વન-ડે 9 વિકેટે મેચ જીતી લીધી

Indian cricket captain Virat Kohli (L) teammate Shikhar Dhawan leave the grounds after victory in the first One Day International (ODI) cricket match between Sri Lanka and India at the Rangiri Dambulla International Cricket Stadium in Dambulla on August 20, 2017. / AFP PHOTO / LAKRUWAN WANNIARACHCHI (Photo credit should read LAKRUWAN WANNIARACHCHI/AFP/Getty Images)

અમદાવાદ : શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં આજે પ્રથમ વન ડેમાં ભારતે જીત સાથે શરૂઆત કરી હતી. શ્રીલંકાએ આપેલા 217 રનના લક્ષ્યાંક ભારતે 1 વિકેટના ભોગે મેચ જીતી લીધી છે. ભારત તરફથી શિખર ધવને આક્રમક 132 રન કર્યા હતા. જ્યારે સુકાની વિરાટ કોહલીએ 82 રન કર્યા હતા. આ સાથે ભારતે શ્રેણી 1-0 થી આગળ નીકળી ગયું છે.

આ પહેલા ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ શાનદાર બોલીંગ કરતા શ્રીલંકાને 216 રનમાં જ ઓલ આઉટ કરી દીધા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી. 217 રનના લક્ષ્યાંકને પહોચી વળવા મેદાને ઉતરેલી ભારતીય ટીમના ઓપનર રોહીત શર્મા 4 રન કરી રન આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ શિધર ધવન અને સુકાની વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. શિખર ધવને આક્રમક રમત દાખવતા 90 બોલમાં 20 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 132 રન કર્યા હતા. તો સુકાની વિરાટ કોહલીએ પણ આક્રમક રમત દાખવી હતી અને તેણે 70 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 82 રન કર્યા હતા. આમ ભારતે 1 વિકેટના ભોગે 28.5 ઓવરમાં જ 220 રન કરી મેચ જીતી લીધી હતી. આમ ભારતે પાંચ મેચની વન ડે સીરીઝમાં 1-0 થી આગળ નિકળી ગઇ હતી.

Leave a Comment

Loading Posts...