Loading Posts...

INDvAUS : ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી

કોલકત્તા : કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે મેચ રમાવા જઇ રહી છે. ત્યારે ભારતે આજે ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં આજે કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમમાં  બે ફેરફાર કરવામાં આવ્યા છે. ફોકનરની જગ્યાએ રીચર્ડસન અને ઝંપાની જગ્યાએ અગરને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

 

ઇડન ગાર્ડન પર ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ મેચ હાર્યું નથી. તેવામાં આજનો આ મુકાબલો કાટે કી ટક્કર સમાન રહેશે. કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાનની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના પ્રદર્શન ભારતના મોટા ભાદના મેદાન પર સારૂ રહ્યું છે. પરંતુ કોલકત્તાના ઇડન ગાર્ડન પર ભારતની હાલત થોડી ખરાબ છે. ઓવરઓલ પ્રદર્શનની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા ઇડન ગાર્ડન મેદાન પર કુલ 20 વન-ડે મેચ રમી છે. જેમાંથી 11 મેચમાં જીત મેળવી છે અને 8 મેચમાં હારન સામનો કરવો પડ્ય છે. તો બે મેચ પરીણામ વગરની રહી છે. તો છેલ્લા 10 મુકાબલામાં ભારતીય ટીમ પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન પર રમેલી છેલ્લી 10 મેચમાં ફક્ત 2 જ મેચમાં જીત મેળવવામાં સફળ રહી છે. જ્યારે 5 મેચમાં હારનો સામન કરવો પડ્યો છે અને 2 મેચ પરીણામ વગરની રહી છે. આમ ઓસ્ટ્રેલિયા ટીમ ઇડન ગાર્ડન મેદાન પર પોતાનો રેકોર્ડ જાળવવાના ઇરાદા સાથે અને શ્રેણીમાં પોતાની પકડ મજબુત કરવાના ઇરાદા સાથે આજને મેદાન પર ઉતરશે.

Leave a Comment

Loading Posts...