Loading Posts...

INDvSL : સીરીઝ જીત સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ બનાવ્યા અનેક વિશ્વ રેકોર્ડો

Kandy: India's Rohit Sharma looks as Mahendra Singh Dhoni celebrates his fifty against Srilanka during 3rd ODI at Pallekele International Cricket Stadium at Pallekele, Kandy in Sri Lanka, on Sunday. PTI Photo by Manvender Vashist (PTI8_27_2017_000269a)

અમદાવાદ : કોલંબોમાં રવિવારે રમાયેલી પાંચમી અને અંતિમ વન ડેમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્તા પાંચમી વન-ડે 6 વિકેટે જીતી વન-ડે શ્રેણીમાં શ્રીલંકાનો 5-0 થી વ્હાઇટવોશ કરી દીધો હતો. આ શ્રેણી વ્હાઇટવોશની સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ અનેક વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. શું છે આ રેકોર્ડ તેના વિશે આગળ વાચતા રહો.

 

કોહલીએ રીકિ પોન્ટિંગની બરોબરી કરી

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ પોતાના કારકિર્દીની 30 મી સદી પૂરી કરી હતી, આ સાથે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગના રેકોર્ડની પણ બરોબરી કરી હતી. શ્રીલંકા સામે કોલંબોમાં રવિવારે રમાયેલી પાંચમી વન ડેમાં સદી ફટકારતાની સાથે જ ભારતીય સુકાની વિરાટ કોહલીએ પોતાની વન ડે કરિયરમાં 30 મી સદી પૂરી કરી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ આ પહેલા ચોથી વન ડે મેચમાં 29 મી સદી ફટકારીને શ્રીલંકાના પૂર્વ વિસ્ફોટક બેટસમેન સનત જયસૂર્યાને પાછળ મૂક્યો હતો. જયસૂર્યાએ પોતાની વન ડે કરિયરમાં 445 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 28 સદી ફટકારી હતી. જ્યારે કોહલીએ પોતાની 185 મી વન ડે મેચમાં 29 સદી પૂરી કરીને જયસૂર્યાથી આગળ નીકળી ગયો હતો.
 

 

તો જસપ્રીત બુમરાહે પણ જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બૂમરાહે શ્રીલંકામાં રવિવારે રમાયેલી પાંચમી અને અંતિમ વન ડે મેચમાં શ્રીલંકાના જ એક બોલરનો રેકોર્ડ તોડીને તેને પાછળ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વન ડે મેચમાં ધોનીએ પણ શ્રીલંકાના વિકેટ કીપર કુમાર સંગકારાને પાછળ મૂકીને સ્ટમ્પિંગ મામલામાં પોતાના 100 શિકાર પૂરા કરીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે આ પહેલા સદીના મામલામાં વિરાટ કોહલીએ શ્રીલંકાના જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારે ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બૂમરાહે પણ શ્રીલંકાની ધરતી પર તેમના જ એક ખેલાડીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા સામે અત્યાર સુધી રમાયેલી ચાર વન ડે મેચમાં બૂમરાહે 9.53 ની એવરેજની સાથે 13 વિકેટ લીધી હતી. આ સાથે બૂમરાહ શ્રીલંકા સામે દ્વિપક્ષિય સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં અજન્ટા મેન્ડિસની સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર પહોંચી ગયો હતો. જો કે, પાંચમી અને અંતિમ વન ડેમાં બૂમરાહે શ્રીલંકાના અજન્ટા મેન્ડિસનો આ રેકોર્ડ તોડી વધુ એક સિદ્વિ વન ડે મેચમાં હાંસલ કરી હતી. શ્રીલંકા સામે પાંચમી વન ડે મેચમાં બૂમરાહે પોતાની પ્રથમ વિકેટ હાંસલ કરતા તે હવે અજન્ટા મેન્ડિસથી આગળ નિકળી ગયો છે. બૂમરાહે સિરીઝની પોતાની 14 મી વિકેટ કપ્તાન ઉત્પુલ થરંગાની લીધી હતી. બૂમરાહે થરંગાને વિકેટ કીપર ધોનીના હાથે કેચ આઉટ કરાવી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેન્ડિસના નામે પાંચ વન ડે મેચમાં દ્વિપક્ષિય સિરીઝમાં 13 વિકેટ લેવાનો રેકોર્ડ હતો.

 

 

બુમરાહે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

શ્રીલંકામાં એક વન ડે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સના નામે હતો. ક્રિસ વોક્સે 14 વિકેટ લીધી હતી. પરંતું, આ દ્વિપક્ષિય સિરીઝ સાત મેચની હતી. જ્યારે બૂમરાહે પાંચ વન ડે મેચની સિરીઝમાં આ રેકોર્ડને તોડ્યો છે. બૂમરાહે પાંચમી વન ડે મેચમાં 2  વિકેટ લીધી હતી. નોંધપાત્ર છે કે, પાંચ વન ડે મેચની સિરીઝમાં સૌથી વધુ 18 વિકેટ લેવાનો રેકોર્ડ ભારતના અમિત મિશ્રાના નામે છે. મિશ્રાએ વર્ષ 2013 માં ઝિમ્બ્બાવે સામે આ સિદ્વિ મેળવી હતી.

 

તો આ મામલે ધોની બન્યો પ્રથમ વિકેટ કિપર

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને વિકેટ કીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકા સામે પાંચમી અને અંતિમ વન ડેમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરી છે. આ સાથે તે આ સિદ્વિ મેળવનાર પ્રથમ વિકેટ કીપર બન્યો છે. ધોનીએ યજૂવેન્દ્ર ચહલની બોલિંગ પર અકિલા ધનજંયને સ્ટમ્પિંગ આઉટ કરીને આ ઐતિહાસિક સ્થાન હાંસલ કર્યું હતું.

ધોનીએ પોતાની 301 મી વન ડે મેચ રમતા યજૂવેન્દ્ર ચહલની બોલિંગ પર અકિલા ધનજંયને સ્ટમ્પિંગ આઉટ કરીને આ ઐતિહાસિક સ્થાન હાંસલ કર્યું હતું. ધોનીએ ભારત માટે 97 અને એશિયા ઇલેવન માટે 3 સ્ટમ્પિંગ કર્યા છે. ઉલ્લેખનીય છેકે, આ મેચ પહેલા ધોની અને સંગકારા 99-99 સ્ટમ્પિંગની સાથે સંયુક્ત રીતે ટૉપ પર હતા.

Adhirajsinh Jadeja

The author didnt add any Information to his profile yet

Leave a Comment

Loading Posts...