Loading Posts...

મુંબઇ એરપોર્ટ પર ભારતીય મહિલા ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મુંબઇ : મહિલા વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બુધવારે સવારે મુંબઇ એરપોર્ટ પર પહોચી હતી. આ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો તેના સ્વાગત માટે મુંબઇ એરપોર્ટ પર હાજર હતા જેમણે ટીમ ઇન્ડિયાનું જોરદાર સ્વાગત કહ્યું હતું. મહિલા ટીમ જ્યારે એરપોર્ટથી બહાર આવી ત્યારે ત્યા હાજર ચાહકોએ ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે ઢોલ નગારાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

મહિલા ટીમના ખેલાડી ઝુલન ગોસ્વામી, સુશ્મા વર્મા, સ્મૃતી મંધાના, શિખા પાંડે, પુનમ રાઉત અને દિપ્તી શર્મા બુધવારે વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પર પહોચ્યા હતા. જ્યારે બાતીના ખેલાડીઓ બપોરે મુંબઇ એરપોર્ટ પર પહોચશે. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ટીમ મહિલા વિશ્વ કપની ફાઇનલ સુધી પહોચી હતી. ફાઇનલમાં ભારત 9 રને હારી ગયું હતું. તેમ છતાં મહિલા ક્રિકેટ ટીમે લોકોમાં માન-સન્માન વધાર્યું હતું. તમામ જગ્યાઓ પર મહિલા ટીમની ચર્ચાઓ અને વખાણ થઇ રહ્યા હતા. જ્યારે હરમનપ્રીતે સેમી ફાઇનલમાં શાનદાર 171 રન અને ફાઇનલમાં 51 રન કરી ટીમને મોટી ઉચ્ચાઇ પર લઇ ગઇ હતી. હરમનપ્રીતના શાનદાર પ્રદર્શનને પગલે પંજાબ પોલીસે તેને DSP ની નોકરી ઓફર કરી છે. હરમનપ્રીતની શાનદાર ઇનીંગને પગલે પંજાબના મુખ્યમંત્રીએ હરમનપ્રીતના પિતા હરમિંદર સિંહને ફોન પર શુભકામનાઓ પાઠવી હતી. તો મુખ્યમંત્રીએ 5 લાખ ઇનામી રાશીની પણ જાહેરાત કરી હતી.

Leave a Comment

Loading Posts...